Home /News /kutchh-saurastra /

સુરેન્દ્રનગર : 'એ ખાટલામાં સુતા હતા, મે અને મારા પ્રેમીએ હત્યા કરી', પત્નીએ કબુલ્યું કેવી રીતે કરી પતિની હત્યા

સુરેન્દ્રનગર : 'એ ખાટલામાં સુતા હતા, મે અને મારા પ્રેમીએ હત્યા કરી', પત્નીએ કબુલ્યું કેવી રીતે કરી પતિની હત્યા

પત્ની અને પ્રેમીએ પતિની હત્યા કરી (આરોપી ફોટો - પત્ની અને પ્રેમી)

પરિવારજનોએ મૃતકના અગ્નીસંસ્કાર પણ કરી દીધા, પરંતુ ખેતરમાં પડેલો લોહીવાળા રૂમાલ અને તૂટેલા ખાટલાએ પત્ની અને પ્રેમીનો ખેલ ઊંધો પાડી દીધો. પત્નીએ કબુલ્યું કેવી રીતે પતિને ઊંઘમાં જ પતાવી દીધો.

    સુરેન્દ્રનગર : પત્નીએ પ્રેમી સાથે મળી ને પતિની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે પત્નીએ પ્રેમી સાથે મળી ને પતિની હત્યા કરી હોવાનો પર્દાફાશ પતિના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ થયો હોવાનું સામે આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર સાયલાના ઢાંકણીયા ની સીમ જમીનમાં આવેલી વાડીમાં જેમાભાઈ વાઘેલા અને તેમની પત્ની રેખાબેન સુતા હતા. આ દરમિયાન રાત્રિના સમયે રેખાએ ઢાંકણીયા ગામે રહેતા પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે, ઢોર તગડવા જતા તારમાં ફસાયેલા તેમના પતિનું ગળેફાંસો થતાં મોત નિપજ્યું છે. તો સાથે જ મૃતકની પત્ની પોસ્ટમોર્ટમ કરવાની ના કરતા પરીવારજનો દ્વારા સવારના ભાગે મૃતકના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    પરંતુ પરિવારજનો ને જેમાભાઈ ના મોત અંગેની આશંકા ઊભી થતાં તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અગ્નિ સંસ્કાર બાદ વાઘેલા પરીવારના કેટલાક સભ્યો વાડીએ ગયા હતા. જ્યાં ઓરડી નજીક તૂટેલી હાલતમાં ખાટલો મળી આવ્યો હતો. તેમજ નજીકમાં જ લોહી વાળો રૂમાલ પણ મળી આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા સાયલા પોલીસને જાણ કરવામાં આવતા સાયલા પોલીસ ના અધિકારી તેમજ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

    આ પણ વાંચોઅમેરિકામાં પટેલ યુવાનની હત્યા, 'shop is closed, nothing is found anymore', બોલતા જ હુમલો થયો

    ત્યારબાદ મૃતકના પત્ની રેખા ની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન રેખા ભાંગી પડતાં તેને પોતાના પતિના મૃત્યુ અંગે સમગ્ર હકીકત કે પોલીસને જણાવી હતી. રેખાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિનું આકસ્મિક મૃત્યુ નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ રેખા અને તેના પ્રેમી ભરત રંગપરા દ્વારા કરવામાં આવી છે.

    રેખાએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રિના સમયે ખાટલામાં સૂતેલા પતિને મોતને ઘાટ ઉતારવા માટે પ્રેમી સાથે મળીને દુપટ્ટો અને સાડી દ્વારા ગળાફાંસો આપવામાં આવ્યો હતો. ગળાફાંસો આપતા સમયે મોઢામાંથી લોહી નીકળતા તે લોહી રૂમાલ દ્વારા દબાવી દેવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોરાજકોટ : બે સંતાનોના પિતાની રહસ્યમય હાલતમાં લાશ મળી, પત્ની ચાર મહિના પહેલા અન્ય પુરુષ સાથે જતી રહી હતી

    પતિની હત્યા માટે છેલ્લા ત્રણ મહિનાથી તે પોતે પોતાના પ્રેમી સાથે હત્યાનો પ્લાન ઘડી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારે પતિની હયાતીમાં તે પ્રેમી સાથે રહી શકે તેમ ન હોય જેના કારણે પતિની હત્યા કરી હોવાનું રેખાએ કબૂલ્યું છે.

    ત્યારે હત્યાનો બનાવ સામે આવતા સાયલા પોલીસ દ્વારા હત્યાની કલમો હેઠળ આરોપી રેખા અને ભરત વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Surendranagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन