VIDEO: સુરેન્દ્રનગરમાં તેજ ગતીએ જતી કાર અચાનક સળગી ઊઠી, કારમાં સવાર 4 લોકોનો આ રીતે થયો અદભૂત બચાવ


Updated: October 31, 2020, 9:55 PM IST
VIDEO: સુરેન્દ્રનગરમાં તેજ ગતીએ જતી કાર અચાનક સળગી ઊઠી, કારમાં સવાર 4 લોકોનો આ રીતે થયો અદભૂત બચાવ
સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર કારમાં આગ

ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં કરી મુસાફરોને નીચે ન ઉતાર્યા હોત તો, મોટી દુર્ઘટના સર્જાઈ હોત

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: લોકડાઉન બાદ છૂટછાટ મળતા જ ફરી રોડ અકસ્માત કે દુર્ઘટનાની ઘટનાઓ ફરી સામે આવવા લાગી છે. વાહન લઈને બહાર નીકળો એટલે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રસ્તા પર ગમે તેટલી સાવધાની સાથે વાહન ચલાવતા હોવ તો પણ જો કોઈ દુર્ઘટના સર્જાવાની હોય તો તે થઈને જ રહે છે. પરંતુ, સાવધાની રાખવાથી દુર્ઘટનામાં બચી જરૂર શકાય છે. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે. જેમાં રસ્તા પર ચાલુ કાર અચાનક સળગવા લાગી હતી, જોકે ડ્રાઈવરની સમયસૂચકતાથી કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર પૂરપાટ જતી કાર અચાનક ભડ-ભડ સળગી ઊઠી હતી. જોકે, કાર ચાલકની સમયસૂચકતાથી કારમાં સવાર તમામ ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર માલિક અને સવાર મુસાફરોની નજર સામે જ જોત-જોતામાં કાર ભડ-ભડ સળગી ઉઠી હતી. તેમણે તત્કાલીક પોલીસ અને ફાયર હેલ્પ લાઈન નંબર પર ફોન કરતા, થોડી ક્ષણોમાં ફાયરની ટીમ પોલીસ સાથે આવી પહોંચી હતી, અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિગતે ઘટનાની વાત કરીએ તો, જૂનાગઢથી મુંબઈ પરત ફરી રહેલો પરિવાર જ્યારે કાર સાથે રાજકોટ લીંબડી નેશનલ હાઇવે પરથી જઈ રહ્યો હતો, ત્યારે અચાનક લીંબડી નજીક કારમાં અચાનક ધુમાડો આવવા લાગ્યો, કાર ચાલાકે પુરપાટ જતી કારને તુરંત કંટ્રોલ કરી અને કારને સાઈડમાં લઇ કારમાં બેઠેલા ચાર લોકોને બાર કાઢીને સમયસૂચકતા વાપરી બચાવી લીધા હતા.



કાર સળગતા કારમાં બેઠેલા ચાર વ્યક્તિનો અદભુત બચાવ થયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી, અને મામલો હાથમાં લઈ ટ્રાફિકજામની સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. બીજી બાજુ ફાયર બ્રિગેડ પણ દોડી આવી હતી અને આગને ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. જોકે, ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવે તે પહેલા તો કાર 40થી 60 ટકા સળગી ઉઠી હતી.

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કાર કેવી રીતે થોડી જ ક્ષણોમાં ભડ-ભડ સળગી ઉઠે છે. જો ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં કરી મુસાફરોને નીચે ન ઉતાર્યા હોત તો, મોટી દુર્ઘટના સર્જાઈ હોત, પરંતુ સદનસિબે મોટી જાન હાનિ સર્જાતા રહી ગઈ હતી.
Published by: kiran mehta
First published: October 31, 2020, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading