લખતરમાં ટ્રાફિકનાં નિયમોનો વિરોધ થયો, આખું ગામ સજ્જડ બંધ

ટ્રાફિક નિયમ (Traffic Rules) ભંગ બદલ આકરા દંડની (Traffic fine) જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો (Motor Vehicle Act) આજથી એટલે 16મી સપ્ટેમ્બરનાં સોમવારથી અમલ થયો છે.

News18 Gujarati
Updated: September 16, 2019, 12:22 PM IST
લખતરમાં ટ્રાફિકનાં નિયમોનો વિરોધ થયો, આખું ગામ સજ્જડ બંધ
ટ્રાફિક નિયમ (Traffic Rules) ભંગ બદલ આકરા દંડની (Traffic fine) જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો (Motor Vehicle Act) આજથી એટલે 16મી સપ્ટેમ્બરનાં સોમવારથી અમલ થયો છે.
News18 Gujarati
Updated: September 16, 2019, 12:22 PM IST
રાજુદાન ગઢવી, લખતર : ટ્રાફિક નિયમ (Traffic Rules) ભંગ બદલ આકરા દંડની (Traffic fine) જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો (Motor Vehicle Act) આજથી એટલે 16મી સપ્ટેમ્બરનાં સોમવારથી અમલ થયો છે. તો આજ સવારથી જ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરનું લખતર ગામવાસીઓએ ટ્રાફિકનાં નિયમોનો વિરોધ કરીને ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ ગામમાં લોકોએ અનેક જગ્યાએ બંધનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : અહીંયા પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડ નથી કરતી પણ...

આજે આખું લખતર ગામ બંધ છે. આ ગામવાસીઓએ ટ્રાફિકનાં નિયમો અને તેની સાથેનાં દંડનો વિરોધ કર્યો છે. મોટર વ્હિકલ એક્ટના નવા કાયદાના વિરોધમાં બોર્ડ મુકવામાં આવ્યું છે. હેલ્મેટ સહીત પીયુસી, લાઇસન્સ વગેરેના નિયમોમાં મોટી રકમના દંડના કાયદા સામે વિરોધ કરવા બંધનું એલાન આપ્યું છે. જેમાં લખતરના વેપારીઓ અને દુકાનદારોને પણ બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

લખતર ગામમાં બંધનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે.


આ પણ વાંચો : વડોદરા : ટ્રાફિક પોલીસે મહિલા પોલીસકર્મીને ફટકાર્યો રૂ. 1000નો દંડ

નોંધનીય છે કે આજથી ગુજરાતભરમાં ટ્રાફિક નવા નિયમોનું સખત પાલન કરાવવા અને નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજજ બની છે. સરકારે જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસનો હેતુ દંડ ઉઘરાવવા કરતા ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં વધુ ને વધુ જાગૃતિ ફેલાવવાનો છે. ટ્રાફિક પોલીસ શહેરના મુખ્ય માર્ગો પર તૈનાત રહી નિયમ મુજબ વાહનચાલકો પાસે હેલ્મેટ, લાયસન્સ, વીમો અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરશે અને પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય તો નિયમ મુજબ દંડ પણ ફટકારશે.
Loading...

 
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...