Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, 'ગાર્ડ ઓફ ઓનર' સાથે થશે અંતિમવિધિ

સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, 'ગાર્ડ ઓફ ઓનર' સાથે થશે અંતિમવિધિ

સુરેન્દ્રનગરનો જવાન લવજીભાઈ મકવાણા લદ્દાખમાં ફરજ બજાવતા શહીદ થયા છે. આજે શહીદના પાર્થિવ દેહને વતન લીંબડી તાલુકાના છતરિયાળા ગામે લાવવામાં આવ્યો છે.

જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિધિ કરાશે.

મહત્વનું છે કે લવજીભાઈ મકવાણા આર્મીમાં EME બટાલિયન રેજિમેન્ટમાં 1/9 ગ્રુપમાં ફરજ બજાવતા હતાં. ફરજ દરમિયાન ભારે હિમવર્ષાને કારણે તેઓ શહીદ થયા છે. આ જવાનના પરિવારમાં પત્ની સાથે બે નાના બાળકો પણ છે.



આજે આખા ગામમાં શોક છવાઈ ગયો છે.



ગામના યુવાનોએ શહીદની યાદમાં બાઈક પર તિરંગો લગાવીને રેલી પણ નીકાળી હતી.



જ્યારે મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેના પરિવારે અને આખા ગામે ફુલ ચઢાવ્યાં હતાં.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Martyr, Surendranagar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन