ઉત્તરાખંડમાં જોશીમઠમાં સુરેન્દ્રનગરના BJP ભાજપ મહામંત્રી સહિત ચાર યુવકો સાથે કાર 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી

ઉત્તરાખંડમાં જોશીમઠમાં સુરેન્દ્રનગરના BJP ભાજપ મહામંત્રી સહિત ચાર યુવકો સાથે કાર 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી
1.. હિતેન્દ્ર સિંહ.. 2.. મૃગેશ રાઠોડ.. 3..ક્રિપાલસિંહ..ની તસવીર

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા ભાજપના જિલ્લા પ્રમુખ મૃગેશ રાઠોડ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ દર્શન કરવા માટે ગયા હતા.

 • Share this:
  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ભાજપના હોદ્દેદારોને ઉત્તરાખંડમાં (Uttarkhand) જોશીમઠ (joshimath) વિસ્તારમાં અકસ્માત (Accident) નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તરાખંડમાં જોશીમઠ વિસ્તારમાં સુરેન્દ્રનગરના ભાજપના હોદ્દેદારોની કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. જેના પગલે ચાર લોકોના બિનસત્તાવાર માહિતી મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે તમામની શોધખોળ ચાલું છે.

  મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના હિતેન્દ્રસિંહ પરબતસિંહ ચૌહાણ, કૃપાલસિંહ ઝાલા લિમડી અને મૃગેશ રાઠોડ સુરેન્દ્રનગર તથા ડ્રાઈવર સાથે દર્શન કરવા ગયા હતા.  સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા ભાજપના જિલ્લા પ્રમુખ મૃગેશ રાઠોડ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ દર્શન કરવા માટે માટે ગયા હતા. આ તમામ ભાજપના હોદ્દેદારો અને ડ્રાઈવર સાથે કાર જોશીમઠ પાસે 250 મિટર નીચે અલકનંદા નદીમાં ખાબકી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂટીમ બે યુવકોની લોકોની શોધખોળ ચાલું કરી હતી.  સ્થાનિક મીડિયામાં ચાલતી માહિતી પ્રમાણે ચમોલી બદરીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર શનિવારે મોડી સાંજે ઋષિકેશથી બદ્રીનાથ તરફ આવી રહેલી એક ઈનોવા કાર 250 મીટર ઊંડીમાં અલકનંદામાં ખાબકી હતી. આ કારમાં ગુજરાતના સુરેન્દ્રનગરના ભાજપના ત્રણ હોદ્દેદારો સવાર હતા. આ ત્રણે લોકો ઋષિકેશથી બદ્રીનાથ તરફ જઈ રહ્યા હતા. ત્યારે બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર અચાનક બલ દૂ ડા પાસે અલંકનંદા નદીમાં કાર ખાબકી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ Diwaliના તહેવારો પૂર્વે જ ચાંદીમાં રૂ.2500નો તોતિંક કડાકો, જાણો Gold-Silverના નવા ભાવ

  ઘટના બાદ સ્થાનિક રેસ્ક્યૂ ટીમ દ્વાર હિતેન્દ્ર સિંહ ચૌહાણને ગંભીર રૂપથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત મૃગેશ રાઠોડ અને કૃપાલસિંહની શોધખોળ ચાલું છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ Diwaliના તહેવારો પૂર્વે જ ચાંદીમાં રૂ.2500નો તોતિંક કડાકો, જાણો Gold-Silverના નવા ભાવ

  આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ karwa chauth બાદ ફરવા ગયો પરિવાર, Selfie લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

  જોશીમઠના ઉલજીલ્લાધિકારી અનિલકુમારના જણાવ્યા પ્રમાણે સાંજના ચાર વાગ્યાની આસપાસ એક ઈનોવા કાર ઋષિકેશથી બદ્રીનાથ તરફ જઈ રહી હતી. જ્યાં અચાનક હાઈવે ઉપર દોડા પુલ પાસે 250 મીટર ઊંડી ખીણમાં જઈને પડી હતી.  આ ઘટમાં બે લોકો લાપતા છે અને એક ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લાપતા યુવકોની શોધખોળ માટે ેસડીઆરએફની પીટી ઘટના સ્થળે શોધખોળ કરી રહી છે.
  Published by:ankit patel
  First published:November 07, 2020, 23:32 pm

  ટૉપ ન્યૂઝ