રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ વઢવાણ 80 ફૂટ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમા અજાણ્યા કાર ચાલકે બેફામ ગતિએ છ બાઇકને ટક્કર મારી હતી. સાથે એક બાઇક સાથે ચાલકને આશરે 20 ફૂટ ધસેડ્યા હતા. જે વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત બાદ કાર ચાલક અને તેની સાથેના લોકો કાર ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારનાં નંબર પરથી કાર કોની છે તે અંગે પોલીસ તપાસ કરશે.
એક પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યા પ્રમાણે, રાતનાં સમયે બલેનો ગાડીમાં ચારથી પાંચ જુવાનીયા હતા. આ કાર રોંગ સાઇડથી આવી હતી અને 90થી 100ની સ્પીડમાં ચાલતી હતી. જે બાદ કારે 6 બાઇક અને કાકાને અડફેટે લઇ લીધા હતા.
આ કાકાને વાગ્યુ છે તેમના હાથ, પગ અને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે.

કાર
હિટ એન્ડ રનમાં જે વ્યક્તિને ઇજા થઇ છે તેમની હાલત હાલ ગંભીર જણાવવામાં આવી છે. હાલ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ડાંગ : માત્ર 5થી 6 મિનિટમાં ચોરોએ ચોર્યા એક લાખ રૂપિયાના મોબાઇલ, ઘટના CCTVમાં કેદ
સુરતમાં પણ બની હતી આવી ઘટના
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. પુર ઝડપે કાર હંકારી બે યુવાનોને કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા. બંને યુવાનો રેસ્ટોરન્ટમાં કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા. ઉમરા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. કાર ચાલક આરોપી અકસ્માત સર્જીને આરોપી પેટ્રોલ પંપ પાસે ઉભો રહ્યી ગયો હતો. અને પેટ્રોલ પંપ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. કારની શોધખોળ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:November 09, 2020, 10:41 am