સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ બળવાના સૂર સાથે ફરી મેદાનમાં આવતા રાજકારણ ગરમાયું

News18 Gujarati
Updated: July 13, 2020, 12:30 PM IST
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ બળવાના સૂર સાથે ફરી મેદાનમાં આવતા રાજકારણ ગરમાયું
દેવજીભાઈ ફતેપરા.

ભાજપના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ બળવાના સૂર પોકાર્યાં, કોળી-ઠાકોર સમાજની અવગણના થતી હોવાનું જણાવ્યું.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા (Ex-BJP MP Devjibhai Fatepara) એકાએક સક્રિય થતાં રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં તેમણે સુરેન્દ્રનગર (Surendrangar District) સક્રિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવી વેલનાથ સેના (Velnath Sena)ની રચના કરી છે. આ સાથે જ તેમણે એવી પણ જાહેરાત કરી છે કે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ વેલનાથ સેના સાથે વાત કરવી પડશે. જો આવું નહીં કરવામાં આવે તો ધારી બેઠકની પેટા-ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની ચીમકી ઊચ્ચારી પણ તેમણે છે.

સુરેન્દ્રનગરના સક્રિટ હાઉસ ખાતે કોળી-ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠક બાદ તેમણે આખા સૌરાષ્ટ્રમાં વેલનાથ સેનાની રચના કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંક સમયમાં કોળી-ઠાકોર સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપા તરફથી તેમની ટિકિટ કાપીને તેમની જગ્યાએ સુરેન્દ્રનગરમાંથી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી હતી. જે તે સમયે આ મામલે તેમણે પક્ષ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : કોરોનાનો ચેપ અટકાવવા AMCનો નવો એક્શન પ્લાન, STમાં મુસાફરી કરીને આવતા તમામનું ટેસ્ટિંગ શરૂ

નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી ખૂબ વધારે છે. આ જ કારણે અહીં આ સમાજમાંથી જ સાંસદ ચૂંટાતા આવ્યા છે. આ કારણે દેવજીભાઈ ફતેપરા હવે પોતાના સમાજની અવગણના થઈ રહી હોવાનું કહીને ફરીથી રાજકારણમાં સક્રિય થયા છે. સાથે જ દેવજીભાઈ ફતેપરાનું એવું પણ કહેવું છે કે આગામી ચૂંટણીમાં વેલનાથ સેનાની રચના કરી છે તેની અસર જોવા મળશે.

સમાજના આગેવાનો સાથે બેઠકમાં દેવજીભાઈએ જણાવ્યું હતું કે, હાલ આખું પિક્ચર બની રહ્યું છે. 12માં મહિનામાં ટ્રેલર આવશે અને 2022માં આખું પિક્ચર રિલિઝ થશે. તેમનો કહેવાનો સૂર આગામી ચૂંટણીમાં વેલનાથ સેનાનો રોલ ખૂબ વધારે હશે તેવો લાગી રહ્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: July 13, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading