સુરેન્દ્રનગર : વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

News18 Gujarati
Updated: June 22, 2019, 9:22 AM IST
સુરેન્દ્રનગર : વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
સુરેન્દ્રનગરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વેપારીએ 20 જટેલા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો.

વેપારીના પત્નીએ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જોરાવરનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

  • Share this:
રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરવરનગરમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે. વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સુરેન્દ્રનદગરના અણિન્દ્રા ગામે રહેતા આ વેપારીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. વ્યાજખોરાના વિષચક્રમાં વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે.

વેપારી પાસે વ્યાજખોરો અવારનવાર આકરી ઉઘરાણી કરતા હતા તેથી વેપારીએ કંટાળીને આપઘાત કર્યો હતો. ઉદ્યોપગતિ સુરેન્દ્રનગરમાં ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા હતા અને તેમણે કેટલાક લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. આ પૈસા ન ચુકવી શકવાના કારણે અને વ્યાજ પણ ન ચુકવી શકવાના કારણે વેપારી પર દબાણ વધ્યું હતું.

આ પણ વાંચો :  યુવકને ઘરમાં ઘૂસી મારનાર બુટલેગર સિતારાના જામીન રદ કરાવવા પોલીસની અરજી

ઉલ્લેખનીય છે શુક્રવારે વ્યાજખોરોને પૈસા ન ચુકવી શકનાર એક પિતાઓ પોતાના જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા હતા. બનાસકાંઠાના લાખણી ગામે ઘરના મોભીએ પોતાના પરિવારના ચાર સભ્યોની આત્મહત્યા કરી નાંખી હતી. પોલીસને ઘરની દિવાલ પર લખાણ મળી આવ્યું હતું જેમાં વ્યાજખોરોના નામ લખાયેલા હતા. જ્યારે જામનગરમાં પણ પૈસા ન ચુકવી શકનારા એક યુવકે શુક્રવારે આપઘાત કરી લીધો હોવાની ઘટના ઘટી હતી. આમ વ્યાજના વિષચક્રએ વધુ એક જીંદગીનો ભોગ લીધો છે.
First published: June 22, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading