સુરેન્દ્રનગરઃ અલકાચોક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, નદી વહેતી થઈ

News18 Gujarati
Updated: May 16, 2018, 9:24 PM IST
સુરેન્દ્રનગરઃ અલકાચોક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, નદી વહેતી થઈ
News18 Gujarati
Updated: May 16, 2018, 9:24 PM IST
સુરેન્દ્રનગરઃ અલકા ચોક વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. પાઇપલાઈનના ભંગાણથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણી ફેવાથી ક્યાંક સોસાયટીમાં પાણીના સરોવર બની ગયાં છે તો ક્યાંક નદી બની ગઈ છે.

મળતી વધુ વિગત મુજબ, ઉનાળો શરૂ થાય એટલે એક બાજુ, લોકો પાણી માટે બૂમાબૂમ કરતા હોય છે અને બીજી બાજુ ક્યાંક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડે છે ક્યાંક પાઇપલાઇનનો વાલ્વ બગડી-તૂટી જવાથી પાણીનો વ્યય થતો હોય છે. આજે સુરેન્દ્રનગરના અલકા ચોક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે.

પાણીની પાઇપલાઇન તૂટવા છતાં તંત્ર હજી પણ અજાણ છે. તંત્રને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાણી ચારેબાજુ ફેલાઈ જતાં સોસાયટીમાંથી જાણે કોઈ નદી પસાર થતી હોય એવું લાગી રહ્યું છે. લોકો પણ બેધ્યાન બની જોઈ રહ્યા છે. આવી રીતે પાણીનો વ્યય થશે આવનારા દિવસોમાં પાણીની વધુ તંગી પડી શકે છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर