Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગર: પાટડીમાં ભાજપ-કોંગ્રેસના જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર: પાટડીમાં ભાજપ-કોંગ્રેસના જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઈજાગ્રસ્ત

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ અને કોંગ્રેસના કાર્યકરનો જગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેમાં દિલીપ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો વધારે બિચક્યો છે.

    સુરેન્દ્રનગરના પાટડીમાં બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં અથડામણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. આ અથડામણની ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીમાં અંગત અદાવતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. સામાન્ય ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથ એક-બાજા પર રીતસર તૂટી પડ્યા હતા. આ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    ઘટાનની જાણ પોલીસને થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો મોટો કાફલો પહોંચી જતા હાલમાં મામલો થાળે પડ્યો છે. પોલીસે પાટડીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ તોફાનીઓને વેર વિખેર કરી આખરે મામલો સંભાળી લીધો છે.

    મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ અને કોંગ્રેસના કાર્યકરનો જગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેમાં દિલીપ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો વધારે બિચક્યો છે. જેને લઈ અંગત અદાવતમાં જૂથ અથડામણ સર્જાયું છે. દિવાળી પર્વ સમયે જ ભાજપ-કોંગ્રેસના જૂથ વચ્ચે અથડામણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી સર્જાઈ ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Between, Blows, Surendranagar, Two groups

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन