Home /News /kutchh-saurastra /

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી કોરોના પોઝિટિવ, ભાજપ પ્રદેશ અધ્યક્ષની રેલીમાં હતા હાજર

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી કોરોના પોઝિટિવ, ભાજપ પ્રદેશ અધ્યક્ષની રેલીમાં હતા હાજર

ઝાંઝરકા ધામ મુકામે હાજર રહેલા જગદીશ મકવાણા.

ચોટીલા, લીંબડી અને ઝંઝરકા ખાતે બીજેપી પ્રદેશ પ્રમુખ પાટીલના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા.

    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District)ના ભાજપના મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તાજેતરમાં ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં તેઓ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા (Jagdish Makwana)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાના ભાજપના કાર્યકરો (BJP Workers) અને નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.

    સી.આર. પાટીલની લીંબડીની રેલીમાં ભાજપના અનેક લોકો હાજર રહ્યા હતા. જેમાં જગદીશ મકવાણા પણ હાજર હતા. ચોટીલા, લીંબડી અને ઝંઝરકા ખાતે પ્રદેશ બીજેપી પ્રમુખ પાટીલના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. જેમાંથી કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવ્યું છે. જે બાદમાં ભાજપની રેલીઓમાં હાજર રહેલા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ જગદીશ મકવાણા જિલ્લા ભાજપા મહામંત્રી હોવાને કારણે બધી જવાબદારી તેમના શીરે હતી. હવે તેઓ જ કોરોના પોઝિટિવ આવતા નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.



    કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા ભાજપના મહામંત્રીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ પણ ત્રણ દિવસ સુધી તેમની સાથે હતા. મહામંત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેઓ હોમ ક્વૉરન્ટીન થઈ ગયા છે. આ સાથે જ જિલ્લા મહામંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના કાર્યકરોને અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો ઘરમાં રહે અને જો જરૂર લાગે તો તાત્કાલિક જરૂરી સારવાર મેળવી લે.

    સુરેન્દ્રનગર જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશ મકવાણા ઝાંઝરકા અને ચોટીલા એમ બે પ્રસંગે સ્ટેજ પર બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી છે. તેમના સ્વાગત કાર્યક્રમમાં પણ તેઓ હાજર હતા. આ ઉપરાંત રેલીમાં તેઓ સી.આર. પાટીલ સવાર હતા તે ખુલ્લી જીપમાં પાછળ સવાર હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, CR Patil, Surendranagar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन