સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષે નેતા બદલવાની પરંપરા તૂટીઃ ભાજપના મહેન્દ્ર મુંજપરાની જીત

ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાને હરાવીને વિજય મેળવ્યો છે.

News18 Gujarati
Updated: May 23, 2019, 7:43 PM IST
સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષે નેતા બદલવાની પરંપરા તૂટીઃ  ભાજપના મહેન્દ્ર મુંજપરાની જીત
સુરેન્દ્રનગર ગ્રાફિક્સ
News18 Gujarati
Updated: May 23, 2019, 7:43 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાતની બેઠકો ઉપર એક પછી એક ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ ભાજપે જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડાને હરાવીને વિજય મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઝાલાવાડ પંથકની સુરેન્દ્રનગર બેઠક લોકસભા ચૂંટણીમાં તેના નેતા ચૂંટી કાઢવાના મામલે રાજસ્થાનના મતદાતાઓ જેવો સ્વભાવ ધરાવે છે. અહીં દર પાંચ વર્ષે નેતા બદલી નાખવાની પરંપરા હોય એવુ ચિત્ર જોવા મળે છે. ૧૯૯૧થી તો એવી જ સ્થિતિ છે. કદાચ, આ કારણે આ વિસ્તાર પછાત રહી ગયો હોય શકે ! જ્ઞાાતિના આધારે થતું મતદાન ઉમેદવારોને જીતાડે છે જરૂર પરંતુ જીતી ગયા પછી પ્રજાના પ્રશ્નોનું ખાસ નિરાકરણ થયું નથી તે પણ વાસ્તવિકતા છેજોકે, આ વર્ષે આ પરંપરા જનતાએ તોડીને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાને જીતાડ્યા છે.

અત્યારના સાંસદ એવા ભાજપના સાંસદ દેવજીભઈએ કુલ ૨૫ કરોડ ગ્રાંન્ટની ફાળવણીમાંથી ૨૩.૭૦ કરોડ ગ્રાન્ટ સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, રાજકોટ અને બોટાદ જિલ્લામાં વાપરી છે. જેમાં રસ્તા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, વિજળીકરણ, સીંચાઈ, ગટર, રમત-ગમત, સ્થાનિક વિકાસ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશેષ કોઈ કામગીરી તેમના નામે બોલતી નથી. જો કે, આ વખતે દેવજીભાઈનું પત્તુ કપાયું છે. જોકે, સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવાર ઉપર પોતાના પસંદગીનો કળશ ઉતાર્યો છે.

'બંદૂકે દેજો પણ દીકરીને ધંધુકે ન દેજો' એવી લોકવાયકા ધરાવતો આ સુરેન્દ્રનગર જિલ્લો પાણીની સમસ્યાથી વર્ષોથી પીડાઈ રહ્યો છે. આ ઉપરાંત, ખેડુતોના પાક વિમાની સમસ્યા, સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, રેલ્વેના અધુરા પ્રશ્નો, છેવાડાના વિસ્તારોમાં નર્મદા કેનાલનો અભાવ, ગેરકાયદેસર ખનીજ સંપત્તિનો વહન અને ચોરી, અગરીયાઓની પડતર સમસ્યાઓ તથા શહેરી વિસ્તારમાં સફાઈ અને પ્રાથમિક સુવિધાનો અભાવ હંમેશા સુરેન્દ્રનગરનો નડતો રહ્યો છે
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...