Home /News /kutchh-saurastra /

સુરેન્દ્રનગર: 'કોંગ્રેસને કેમ મત આપ્યો' તેમ કહી એક પરિવાર પર ઘાતક હુમલો

સુરેન્દ્રનગર: 'કોંગ્રેસને કેમ મત આપ્યો' તેમ કહી એક પરિવાર પર ઘાતક હુમલો

હુમલો થયાની ઘટના બાદ કોંગ્રેસના જિલ્લા પંચાતના પ્રમુખ આ ઘટનાને વખોડી...

હુમલો થયાની ઘટના બાદ કોંગ્રેસના જિલ્લા પંચાતના પ્રમુખ આ ઘટનાને વખોડી...

સુરેન્દ્રનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે સાયલા તાલુકાના ચોરવીરા ગામે એક કોમના બે પરિવારો વચ્ચે કોંગ્રેસને મત આપવા મુદ્દે બબાલ થઈ ગઈ. જેમાં એક મહિલા સહીત ચાર લોકો પર કોંગેસ મત કેમ આપ્યો તેમ કહીને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. જેમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

હુમલો એટલો ઘાતક હતો કે, ઈજાગ્રસ્ત લોકોને હાથ પગમાં ફેક્ચર થઈ ગયું હતું, તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.

હુમલો થયાની ઘટના બાદ કોંગ્રેસના જિલ્લા પંચાતના પ્રમુખ આ ઘટનાને વખોડી, ભાજપના સમર્થક હુમલાખોર સામે પોલીસે ફરિયાદ કરતા મામલો વધુ ગરમાયો હતો. હુમલા ખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા. જયારે બીજી તરફ પોલીસેનો કાફલો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચુસ્ત પોલીસે બંધોબસ્ત ગોઠવી દીધો હતો.

લીમડીના કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ચેતન ખાચર સહીત કોંગેસી અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, આ હુમલો લોકસાહી પર્વનો હુમલો છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને ફોન કરીને ભોગ બનનાર લોકોની સુરક્ષાની માંગ કરી હતી.
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, Surendranagar, કોંગ્રેસ, ભાજપ, હુમલો

આગામી સમાચાર