Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈ-વે પર આઇશર-કારનો અકસ્માત,1નું મોત,11ને ઇજા

સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈ-વે પર આઇશર-કારનો અકસ્માત,1નું મોત,11ને ઇજા

સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈ-વે પર આઇશર-કારનો અકસ્માત,1નું મોત,11ને ઇજા.

    સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈ-વે પર ધોળકા ચોકડી પાસે આઇશર-કાર વચ્ચે અકસ્માતની ઘટનાના સમાચાર મળ્યા છે. અકસ્માતમાં એકનું મોત થયું અને 11 વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે.

    વધુ માહિતી પ્રાપ્ત અનુસાર, સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈ-વે પર ધોળકા ચોકડી પાસે આઇશર ગાડીના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે તેમ જ 11 લોકોને ગંભીર ઇજા થઈ છે. અન્ય એક કારને પણ નુકસાન થયું છે. ઇજાગ્રસ્તો લગ્નપ્રસંગે બેંડ-વાજાં વગાડવા જતા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે બગોદરા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Limbadi, Surendranagar, અકસ્માત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन