સુરેન્દ્રનગર : દારૂબંધીના કાયદા પર 'તમાચો', 36 લાખ રૂપિયાનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

સુરેન્દ્રનગર : દારૂબંધીના કાયદા પર 'તમાચો', 36 લાખ રૂપિયાનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
આર.આર.સેલની રેડમાં 8,119 બોટલ દારૂ ઝડપાયો હતો.

જિલ્લા પોલીસની જાણ બહાર આર.આર. સેલ ત્રાટકતા બૂટલેગરોનો ખેલ ઉંધો પડી ગયો, 45 લાખનો મુદ્દા માલ ઝડપાયો

  • Share this:
    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની મોટાપાયે આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં બહારના રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. દરમિયાન મોટાપાયે આવેલો દારૂનો જથ્થો જિલ્લા પોલીસની જાણ બહાર આર.આર સેલે ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગરના તરણેતર-સરા રોડ પર વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું હતું. આ ટ્રેલરમાંથી 36 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હોવાથી હવે ફરીથી સુરેન્દ્રનગર ચર્ચામાં છે. રાજ્યવ્યાપી દારૂબંધીના કાયદા પર આ તમાચો છે.

    પોલીસે ઝડપેલા દારૂના દરોડામાં કુલ 750 એમએલની 8,189 બોટલ ઝડપી પાડી અને કુલ 36,31,500 દારૂનો જથ્થો ઝડપાયો છે. આ સાથે ટ્રક મળી કુલ 45,26,000નો મુદ્દામાલ ઝડપાયો છે. પોલીસે ઝડપેલા આર.જે. 1 જીએ 2165 નંબર ટ્રકમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાના મામલે ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા છે. જેમાં રામએસઓ, માનારામ ખિયારામ જાટ, અને સાઇ એરીયો હનુમાન વિસ્તાર જોધપુર રાજસ્થાનને ઝડપી પાડ્યા છે.



    કોના આશિર્વાદથી આ દારૂ ખુલ્લેઆમ આવી રહ્યો છે તેવી લોકમુખે ચર્ચા


    સુરેન્દ્રનગરના હાઇવે પરના ગામોમાં પરપ્રાંતિયો ટ્રકોમાં મોટા પાયે વિદેશી દારૂની ખેપ લાગવામાં આવતી હોય છે ત્યારે જિલ્લા પોલીસની જાણ બહાર જ આર.આર સેલ ત્રાટકતા ખળભળાટ મચી ગયો છે. Lockdown વચ્ચે રાજસ્થાન હરિયાણા અને પંજાબ થી અહીં સુધી દારૂ ભરેલી ટ્રકો કેવી રીતે પહોંચી શકે?? એ સવાલ પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે

    આ પણ વાંચો :   સુરેન્દ્રનગર : એક સાથે 18 સગર્ભા મહિલાઓ Corona પોઝિટિવ આવતા ખળભળાટ

    માસ્ક વગર લોકોને ઝડપી પાડતી પોલીસને દારૂ નથી દેખાતો?

    તાજેતરમાંજ ચોટીલામાંથી દારૂનું ટેન્કર ઝડપાયા બાદ આ બીજો બનાવ છે ત્યારે સામાન્ય પ્રજાને માસ્ક વગર ઝડપીને દંડ ફટકારતી પોલીસને આવા કરોડો રૂપિયાના બેનામી દારૂ દેખાતા નથી તેવી ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે. જો આવું જ ચાલતું રહ્યું તો સુરેન્દ્રનગરને શિકાગો બનતા કોઈ રોકી નહીં શકે.
    Published by:Jay Mishra
    First published:July 19, 2020, 13:15 pm

    ટૉપ ન્યૂઝ