Home /News /kutchh-saurastra /ગુજરાતી ખેડૂતની ખુલી પોલ: મોસંબી-ચીકુની મહેક વચ્ચે ઉગાડ્યું અફીણ, છતાં પોલીસને આવી ગઇ ગંધ

ગુજરાતી ખેડૂતની ખુલી પોલ: મોસંબી-ચીકુની મહેક વચ્ચે ઉગાડ્યું અફીણ, છતાં પોલીસને આવી ગઇ ગંધ

અફિણની ખેતી

Agriculture News : ખેડૂતે ચારેતરફ લીંબુ, ચીકુ અને મોસંબીના બાગાયતી પાક ઉભા કર્યા હતા. પરંતુ તેની વચ્ચે તેમણે અફીણની ખેતી કરી હતી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જેમા 790 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

    સુરેન્દ્રનગર જિલ્લાના જશાપર ગામની સીમમાં અફીણનું વાવેતર થયાનો મામલો સામે આવ્યો છે. સાયલા તાલુકાનાં જુનાં જશાપર ગામની સીમમાં આવેલ ખેતરમાં એક ખેડૂતે અફીણનું વાવેતર કર્યુ હતું. અફીણનો પાક તૈયાર થાય તે પહેલાં SOG પોલીસની ટીમ ત્રાટકી હતી. આ ખેડૂત એટલો ભેજાબાજ હતો કે તેણે અફીણનાં વાવેતરની ચારેય બાજુમાં ચીકુ અને મોસંબીનો પાક ઉભો કર્યો હતો. જેથી મોસંબીની મહેંક વચ્ચે અફીણની મહેંક ઢંકાઈ જાય.

    ગુજરાતમાં અનેક ખેડૂતો હવે વધુ આવક રળવા માટે ખોટા રસ્તા અપનાવી રહ્યાં છે. ખેડૂતો છુપી રીતે અફીણની ખેતી કરી રહ્યાં છે. જે મામલે હવે ગુજરાત પોલીસ એક્ટિવ બની છે. સુરેન્દ્રનગરમાં એસઓજીની ટીમે એક ખેડૂતે છુપા રીતે કરેલ અફીણની ખેતી પકડી પાડી છે.

    આ પણ વાંચો-મહેસાણાઃ ઈલેક્ટ્રીક કાર લઈને બિંન્દાસ્ત મોઢેરા ફરવા જઈ શકાશે, સોલાર ચાર્જિંગ વ્યવસ્થા ઊભી કરાઈ

    એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, જશાપર ગામના રમેશભાઈ જેશાભાઈ કાલરીયાનુ ખેતર ગામની સીમમાં આવેલુ છે. તેમણે ચારેતરફ લીંબુ, ચીકુ અને મોસંબીના બાગાયતી પાક ઉભા કર્યા હતા. પરંતુ તેની વચ્ચે તેમણે અફીણની ખેતી કરી હતી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જેમા 790 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

    ખેડૂત પાસેથી પકડાયેલો અફીણનો જથ્થો એટલો બધો હતો કે, સાયલા પોલીસ મથક અફીણના જથ્થાનો સમાવેશ કરવા પણ ફાઁફા પડી ગયા હતા. ખેડૂતની અટકાયત કરીને તેની પાસેથી 23.72 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

    આ પણ વાંચો-રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ, ના જોવાનાં દ્રશ્યો થયા કેમેરામાં કેદ

    ખેડૂતની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, તેણે હાઈવે પરથી પસાર થતા એક ટ્રક ડ્રાઈવર પાસેથી અફીણના બિયારણ મેળવ્યા હતા. જેના બાદ તેણે આઈડિયા વાપરીને બાગાયતી ખેતી વચ્ચે અફીણની ખેતી કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે, ખેડૂતને બિયારણ આપનાર શખ્સ કોણ છે. તથા ખેડૂત કોને અફીણનુ વેચાણ કરવાનો હતો. આ ખેતીમા અન્ય કોઈ સંડોવાયેલ થે કે નહિ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gujarati Farmer, Lemon, Surendra Nagar, કૃષિ, ખેડૂત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन