Home /News /kutchh-saurastra /

ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો નીકળ્યો સુરેન્દ્રનગરમાં 40 બાઇકનો ચોર, અમેરિકામાં હતો 1.5 લાખનો પગાર

ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો નીકળ્યો સુરેન્દ્રનગરમાં 40 બાઇકનો ચોર, અમેરિકામાં હતો 1.5 લાખનો પગાર

સુરેન્દ્ર નગર બાઇક ચોર ગેંગ ઝડપાઇ

સુરેન્દ્રનગર સહીત સમગ્ર રાજ્યમાંથી બાઇકચોરી કરી તરખાટ મચાવનાર બે બાઇકચોર 40 ચોરાઉ બાઇક સાથે ઝડપાયા

  અક્ષય જોષી, સુરેન્દ્રનગર સહીત અનેક જિલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરનાર ચોટીલાના બે શખ્સોને અને ચોરીના (Bike chori Gang) બાઇક છુપાવી વેચાણ કરતા સાયલાના શખ્સ સહીત ત્રણ શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યાં છે. આ ત્રણેય શખ્સો પાસેથી રૂપિયા 7.60 લાખની કિંમતના 40 ચોરીના બાઇક કબજે કરી કાયદેસર કાર્યવાહી (Surendra Nagar Crime News) હાથ ધરવામાં આવી છે.

  સુરેન્દ્રનગર એલસીબી પોલીસને (LCB Police)  મળેલી બાતમીના આધારે ચોટીલાના સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઇ કાપડીયા અને રાજુ મોહનભાઈ ગીલાણીને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતાં. આ બન્ને શખ્સોની વધુ પુછપરછ હાથ ધરતા આ બન્ને શખ્સોએ ભેગા મળી કુલ ૪૦ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

  આરોપીએ ચોરી કરેલા બાઇક સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના રામસીંગ જકશીભાઇ બોહકીયાને વેચાણ કરવા માટે તેની વાડીમાં છુપાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે વાડીમાંથી કુલ ૪૦ બાઇક સાથે રામસીંગને પણ દબોચી લીધો હતો. સિરાજ અને રાજુની બાઇકચોરી કરવાની પણ અલગ જ મોડસ ઓપરેન્ડી હતી જે જગ્યાએ થી બાઇકચોરી કરવાની હોય તે જગ્યાની તેઆએ પહેલા રેકી કરી આવતા હતા અને બીજા દિવસે ચોટીલાથી એસટી કે ખાનગી બસમાં જઇ નક્કી કરેલી જગ્યાએ થી માસ્ટર કી વડે બાઇકની ઉઠાંતરી કરી ધારાડુંગરી ગામે આવેલી વાડીમાં બાઇક મુકી આવતા હતા.

  ચોરીની બાઇક


  બાઇકની ચોરી કરવા માટે મોટા ભાગે હોસ્પિટલ , બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન કે પેટ્રોલ પંપ જેવા પાર્કિંગના સ્થળો જ પસંદ કરતા હતાં. ચોરીના બાઇક ધારાડુંગરી ગામનો રામસીંગ વેચતો હતો તે ગ્રાહકોને ફસાવવા માટે બાઇક ફાઇનાન્સનાં હપ્તા ન ભરેલા હોય ખેંચેલા હોવાનું કહેતો અને અડધા પૈસા અત્યારે આપો અડધા આરસી બુક આપુ પછી આપજો તેમ કહી ગ્રાહકોને ફસાવવાનો પ્રયત્ન કરતો હતો અને એક બાઇક દીઠ ૨ હજારથી અઢી હજાર કમિશન લેતો હતો

  RC બુક ન આપી શકતા મોટા ભાગના બાઇક વેચાયા ન હતા ને પોલીસે ત્રણેય શખ્સોને દબોચી લીધા. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો ગુનાહીત ઇતિહાસ તો ધરાવે છે જેમાં સિરાજ અગાઉ જાલીનોટ તેમજ વાહનચોરી તેમજ રાજુ અને રામસીંગ પણ બાઇકચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે. પોલીસ સુત્રો પાસેથી એવી પણ વિગતો મળી છે કે સિરાજ અંદાજે 10 થી 12 વર્ષ પહેલા વિદેશમાં નોકરી કરતો હતો અને લગ્ન કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો અને ત્યાર બાદ વાહનચોરીના રવાડે ચડી ગયો હતો. સુરેન્દ્રનગર, વલસાડ,ચીખલી, રાજકોટ, જસદણ, વાંકાનેર, ધ્રોલ, ભરૂચ, વિરમગામ , ધંધુકા અને સેલવાસ સહીતના શહેરોમાંથી બાઇકચોરી કરી તરખાટ મચાવનાર બન્ને શખ્સોની પુછપરછ દરમિયાન બીજા વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ પોલીસને આશા છે

  માસ્ટર કીથી બાઇક ચોરતા
  બંને શખ્સ જાહેર રસ્તાઓ ઉપર પડેલી બાઇકમાંથી કયા બાઇકનું હેન્ડલ લોક કરેલું નથી એ જોતાં, પછી કઈ બાઇકને ઉઠાવવી છે એ નકકી કરીને પોતાની પાસે રહેલી માસ્ટર કીથી એને ચાલુ કરી લઇને રવાના થઇ જતા.

  અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો કૌટુંબિક ભત્રીજો હોવાનો આરોપીનો દાવો
  બોલિવૂડની એક જમાનાની જાણીતી હિરોઇન ડિમ્પલ કાપડિયાનું મૂળ વતન ચોટીલા છે. બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરનાર ડિમ્પલ કાપડિયા વર્ષોથી મુંબઇમાં જ રહે છે. બાઇકચોરીમાં પકડાયેલો સિરાજ ઉર્ફે ચિન્ટુએ પોલીસની પૂછપરછમાં એવી વિગતો જણાવી હતી કે જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ મારા ફોઇની દીકરી છે. જોકે પોલીસને આ કેસમાં ડિમ્પલની કોઇ વિગતોની જરૂર ન હોઈ, એ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Crime news, Surendra Nagar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन