કોળી સમાજને PMએ આપ્યો સંદેશ, 'કોળી સમાજની એકતા જ એમની તાકાત'

News18 Gujarati
Updated: February 2, 2019, 7:02 PM IST
કોળી સમાજને PMએ આપ્યો સંદેશ, 'કોળી સમાજની એકતા જ એમની તાકાત'
કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતના ઘણા એવા રાજ્યોમાં કોળી સમાજની બોલબાલા છે.

કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતના ઘણા એવા રાજ્યોમાં કોળી સમાજની બોલબાલા છે.

  • Share this:
ચોટીલાના સાંગણીમાં કોળી સમાજનું મહાસમંલેન યોજવામાં આવ્યું. આ સમેલનમાં પૂરા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા. આ મહાસંમેલનમાં કોળી સમાજના નેતા અને જસદણ વિધાનસભા બેઠકના વિજેતા ધારાસભ્ય કુંવરજી બાવળીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલન કુંવરજી બાવળીયાની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી સહિત રાજ્યના તમામ બીજેપીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, કોળી સમાજના મહાસંમેલનને પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધીત કર્યું હતું.

પીએમ મોદીએ કોળી સમાજના લોકોને સંબોધીત કરતા કહ્યું કે, માત્ર સૌરાષ્ટ્રમાં જ નહી પુરા દેશમાં કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતના ઘણા એવા રાજ્યોમાં કોળી સમાજની બોલબાલા છે. કોળી સમાજ પોતાની મહેનતના કારણે ઓળખાય છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે કોળી સમાજનો માત્ર વોટ બેન્ક તરીકે ઉપયોગ કર્યો. કોળી સમાજમાં સૌથી વધારે મને ગમતું હોય તો તેમની એકતા, જે મને આજે આટલી મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી જોવા મળી રહી છે, જે સમાજની સૌથી મોટી તાકાત છે. આ સમાજમાં હંમેશા વિકાસની ભૂખ જોવા મળી છે, જે તેમણે પોતાની મહેનતથી કરી પણ બતાવી છે. જોકે, સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે ઘણુ કામ કરવાનું છે.

તેમણે એક વાત યાદ કરતા કહ્યું કે, હું જવાનોને સરહદ પર મળવા ગયો હતો, ત્યારે મને બોર્ડર પર એક કોળી સમાજનો યુવક મળી ગયો હતો, કોળી સમાજનો લોકો શરીરથી પડખમ હોય છે, જે સૈનિક તરીકે ખુબ આગળ વધે છે.

પીએમ મોદીએ કુંવરજી બાવળીયાને શુભકામના પાઠવી હતી, એને કોળી સમાજને છેલ્લે સંદેશો આપ્યો હતો કે, તમે બે ડગલા મારી માટે ચાલશો તો, હું ડગલા ચાલવા હંમેશા તૈયાર રહીશ.
First published: February 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading