સુરેન્દ્રનગરમાં પીએમ: ગુજરાતમાં સોળેય કળાએ કમળ ખીલશે

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 3, 2017, 4:09 PM IST
સુરેન્દ્રનગરમાં પીએમ: ગુજરાતમાં સોળેય કળાએ કમળ ખીલશે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીથી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમણે આજે પહેલા ભરૂચમાં સભા સંબોધી હતી અને હવે સુરેન્દ્રનગરમાં સભા સંબોધી રહ્યાં છે. સૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ સાત સભા સંબોધશે. આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. આજે વિશ્વ અપંગ દિવસ પર અમદાવાદમાં મેમનગર ખાતે દિવ્યાંગોને મળશે.

સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધિત કરતાં પીએમે કહ્યું કે કેટલાક દિવસો પહેલા મે નવસારીમાં કહ્યું હતું કે 3 ચૂંટણીના પરિણામ નિશ્ચિત હતાં. મે કહ્યું હતું કે યુપી નિકાય ચૂંટણી અને ગુજરાત ચૂંટણીમાં બીજેપી જીતશે અને કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માત્ર એક જ પરિવાર જીતશે.  તેમણે એ પણ કહ્યું હતું કે ગુજરાતમાં સોળેય કળાએ કમળ ખીલશે

પીએમ મોદીએ પરિવારવાદની વાત કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે આ વર્ષે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શહેજાદને ઉભા રહેવું હતું ત્યારે હાઈકમાન્ડમાંથી તમામ કોંગ્રેસીઓને સૂચના મળી ગઈ કે તમે આ વ્યક્તિને વોટ્સએપના બધા જ ગ્રુપમાંથી નીકાળી દો. ઘરમાં જ લોકશાહી ન હોય તો દેશમાં ક્યાંથી આવે ? તેમણે કોંગ્રેસની અધ્યક્ષ પદની પસંદગીમાં લોકશાહીના મુલ્યોની હત્યા થઈ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે, તે પીએમ ન બને તે માટે કોંગ્રેસે કારસો રચ્યો હતો.

સુરેન્દ્રનગરમાં પહેલા પાણી માટે વલખા હતાં, પાણી માટે ખાડા ખોદવા પડતા હતા પરંતુ આજે સુરેન્દ્રનગર જિલ્લો લીલોછમ છે. આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો સૌથી શિરમોર બનશે. મોદીએ અખાના છપ્પાને પણ યાદ કરતા કહ્યું હતું કે "અખો કહેતો એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ"ભરૂચની સભામાં કોંગ્રેસ પર નિશાનો
નવમી ડિસેમ્બરે આપની આંગણીની તાકાતથી આખા ગુજરાતનું ભવિષ્ય તમે બનાવશો. ભગવાન કૃષ્ણે એક આંગળી પર ગોવર્ધન ઉઠાવ્યો હતો તમે પણ એક આંગળીથી બચન દબાવીને ગુજરાતનું ભાગ્ય બદલશે, અત્યાર સુધી હું ગુજરાતમાં જ્યાં જ્યાં ગયો ત્યાં અભૂતપૂર્વ ઉમંગ દેખાઈ રહ્યો છે. જાણે ભાજપની આંધી આવી છે. કોંગ્રેસને હવા ખબર નથી પડતી કે જવું તો ક્યાં જવું. જે યુપીને અનેક વડાપ્રધાન આપ્યાં જે તેમની કર્મભૂમિ રહી ત્યાં શું થયું? ઉત્તરપ્રદેશવાળા કોંગ્રેસને ઓળખી ગયા , ગુજરાત પણ કોંગ્રેસના રંગ જાણે છે

પીએમ પછી રાહુલ ગુજરાતની મુલાકાતે
ચૂંટણી પ્રચારના આ અંતિમ તબક્કામાં એક તરફ જ્યાં પીએમ મોદી જનતાની વચ્ચે જઇને પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુ ગાંધીએ પૂરી તાકાત લગાવી દીધી છે. પીએમની રેલીના 2 દિવસ બાદ રાહુલ ફરીથી ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ 5 અને 6 ડિસેમ્બરે રેલીઓ કરશે.
First published: December 3, 2017, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading