'સામે પોલીસ ચોકી છે, હું બિસ્કિટ બરાબર પેક કરી આપું'

News18 Gujarati
Updated: July 10, 2019, 7:51 PM IST
'સામે પોલીસ ચોકી છે, હું બિસ્કિટ બરાબર પેક કરી આપું'
જોરાવરનગર પોલીસ સ્ટેશનની તસવીર

મૂળ યુપીના શખ્સ સાથે થયેલી છેતરપિંડી બાદ પૈસા લેવા આવેલા શખ્સને ગોંધી રખાયો હતો. જેમાં તેણે પોલીસને ફોન કરતા લોકેશનના આધારે પોલીસે પહોંચી જઇ સમગ્ર બનાવનો ભાંડો ફોડયો હતો.

  • Share this:
રાજુદાન ગઢવીઃ સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથક સામે જ રહેતા શખ્સો લોકોને ફેસબુકના માધ્યમથી સોનાનું બિસ્કિટ બતાવી ડુપ્લીકેટ સોનું પધરાવી દેતા હોવાનો પર્દાફાશ થયો છે. મૂળ યુપીના શખ્સ સાથે થયેલી છેતરપિંડી બાદ પૈસા લેવા આવેલા શખ્સને ગોંધી રખાયો હતો. જેમાં તેણે પોલીસને ફોન કરતા લોકેશનના આધારે પોલીસે પહોંચી જઇ સમગ્ર બનાવનો ભાંડો ફોડયો હતો. આ બનાવમાં આઠ શખ્સો સામે રૂપિયા 5.20 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

ઉત્તરપ્રદેશના કાનપુરના તિવારીપુરમાં રહેતા મહેશકુમાર સીંગબહાદુર વર્મા સોના-ચાંદીના ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમય અગાઉ ફેસબુક પર સસ્તા સોનાની લાલચે તેઓ રતનપરના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. ફોન પર અવાર નવાર વાતચીત કર્યા બાદ તા. 4 જુલાઇના રોજ તેઓ સોનુ લેવા રતનપર આવ્યા હતા. જયાં મેહુલ નામનો વ્યકિત તેમને પોલીસ મથક સામેની ગલીમાં ડબલ માળના મકાનમાં લઇ ગયો હતો. જયાં અન્ય શખ્સોની હાજરીમાં સોનુ બતાવ્યા બાદ રૂપિયા 2.70 લાખ લીધા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ઝઘડો થયા બાદ પ્રેમીએ મહિલાના નાક, કાન અને વાળ કાપ્યા

અને સામે પોલીસ ચોકી છે, હું બિસ્કિટ બરાબર પેક કરી આપું છું તેમ કહી બિસ્કિટ આપ્યું ન હતું. આથી તા. 8ના રોજ તેઓ તે મકાને પહોંચતા લોકોએ તેમને રૂમમાં પૂરી દીધા હતા. જયાંથી મહેશકુમારે પોલીસનો સંપર્ક કરતા જોરાવરનગર પીએસઆઇ એસ.એસ.વરૂ સહિતનો સ્ટાફ ધસી ગયો હતો. અને મહેશકુમારને મુકત કરાવ્યા હતા. આ સમયે ખંભાતના કંસારા બજારમાં જ રહેતા અને દાગીના બનાવવાનું કામ કરતા ધવલ રમેશચંદ્ર રાણા સાથે પણ આવુ બન્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. જેમાં તેમની સાથે રૂપિયા 2.50 લાખની છેતરપિંડી કરાઇ હતી. પોલીસે બન્નેની ફરિયાદ લઇને કરીમ ફતેમહમદ ભટ્ટી, અબ્બાસ રસુલભાઇ માણેક, મેહુલ, સુલીમભાઇ હાજી, તુષાર, રોહીત, હનીફભાઇ અને એક અજાણ્યો માણસ એમ 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

FBથી સંપર્ક કર્યો
દુબઇમાં સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું કહી ડિસ્કાઉન્ટની લાલચ અપાતી ઠગબાજોએ ફેસબુક પર અર્શી પટેલ નામનું ID બનાવ્યુ. જેમાં દુબઇની ગોલ્ડ અને ડાયમંડ કંપનીના મેનેજર હોવાનું તથા દુબઇની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાનો ઉલ્લેખ હતો. લોકોના નંબર મેળવી ડીલ કરતા હતા.
Loading...

એક વ્યકિત અલગ નામોથી વાત કરતો હોવાની શંકા
પ્રાથમિક તપાસમાં એક જ વ્યકિત અલગ-અલગ નંબરોથી વાત કરતો હોવાની શંકા બહાર આવી છે. બન્ને ફરિયાદીએ આપેલા મોબાઇલ નંબર પરથી તેના લોકેશન અને યુઝરની વિગતો હાલ પોલીસ મંગાવી રહી છે. આ કેસના માસ્ટર માઇન્ડ સહિત એક કે બે જ શખ્સો હોવાનું પોલીસ માને છે.હાલ પોલિસ સ્થાનિક આરોપીઓ કે જે બિલકુલ પોલીસે થાણા વિસ્તારના સ્થાનિકોજ હોય છતાં આરોપીઓને પકડવામાં પોલિસ ને પરસેવો પડાવી રહ્યાં છે .
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...