સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા સબજેલમાં મહિલા બેરકમાં લઈ જઈને એક કેદીનું બીજા કેદી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ

ફાઈલ તસવીર

આરોપી સબજેલ ખાતે લેડીઝ બેરેક નંબર 9માં ફરી ફરિાદી સાથે અનેકવાર સૃષ્ટીવિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 • Share this:
  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા સબજેલમાં (Dhrangadhra subjail) દારુ, મોબાઈલ ફોન, સિમકાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળવાથી બદનામ સબજેલમાં એક શરમજનક ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. ધ્રાંગધ્રા સબજેલમાં ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. અહીં સબજેલમાં એક કેદી (Prisoner) ઉપર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય (Molestation) કરવાની કોશિશ થયાની ઘટના બની હતી. આ અંગે પીડિતે લેખીતમાં ફરિયાદ કરી છે. સબજેલમાં આરોપી પીડિત કેદીને મહિલાના બેરેકમાં લઈ જઈને છેડછાડ કરવાનો ઘટસ્ફોટ થયો છે.

  મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ધ્રાંગધ્રા સબજેલમાં મુકેશભાઈ સોંડાભાઈ સારોલા સજા કાપી રહ્યો છે. મુકેશ સારોલા સામે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કર્યાના આરોપસર એક કેદીએ લેખીતમાં ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે તારીખ 17-9-2020 પહેલા અવાર-નવાર આરોપી સબજેલ ખાતે લેડીઝ બેરેક નંબર 9માં ફરી ફરિાદી સાથે અનેકવાર સૃષ્ટીવિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જેલર પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.

  એક કેદી દ્વારા અન્ય કેદી ઉર સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો ઘટસ્ફોટ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જેલ પ્રસાશન ઉપર સવાલો ઉભા થાય છે. ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા સબજેલ આ પહેલા પણ અનેક ઘટનાઓના પગલે વિવાદમાં સપડાયેલી છે. આ પહેલા ધ્રાંગધ્રા સબજેલમાં દારુ, મોબાઈલ ફોન, સિમકાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળવાથી બદનામ થઈ ચૂકી છે.

  આ પણ વાંચોઃ-નાના ભાઈની બે પત્નીઓએ ખેલ્યો ખૂની ખેલ, પાવડાના ફટકા મારીને જેઠને ઉતાર્યો મોતને ઘાટ, કારણ છે ચોંકાવનારું

  ઉલ્લેખનીય છે કે મે મહિનામાં સુરેન્દ્રનગર ધાંગધ્રા સબજેલમાંથી સબજેલમાં રાખવામાં આવેલા કાચાકામના પાંચ કેદીઓ ફરાર થઈ ગયા હતા. મોડીરાત્રે બેરકેનું તાળું તોડી કેદીઓ નાશી છુટ્યા હતા.  વાયએસપી.એ.એસ.પી.સહિતનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! ભુવાએ પાંચ મહિલાઓને ડાકણ ગણાવી, ગામની પંચાયતે મળ-મૂત્ર પીવડાવવાની ફટકારી સજા

  આ પણ વાંચોઃ-વલસાડઃ ડોક્ટરનું અપહરણ કરીને પત્ની પાસે માંગી એક કરોડની ખંડણી, બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા તબીબ

  ધાંગધ્રા સબજેલ વારંવાર ચર્ચામાં આવી રહી છે જ્યારે ધ્રાંગધ્રાની સબજેલના નવનિર્માણ કરાયુ ત્યારથી જ આ જેલ પર અનેક સવાલ ઉઠવા પામ્યા હતા જે બાદ પણ વારંવાર સબજેલમાથી કેદીઓ પાસે પ્રતિબંધીત ચીજ વસ્તુઓ ઝડપાતી હતી.

  જ્યારે હાલમા જ ચરેક દિવસ પહેલા સબજેલના બેરેક નંબર 6 માથી બે કાચાકામના કેદીઓ પાસે મોબાઇલ ઝડપાયા હતા ત્યા ફરી ગત મોડી રાત્રે પાંચ જેટલા કેદીઓ સબજેલમાં પોતાની બેરેકનુ તાળુ તોડી ફરાર થવાની ઘટના પ્રકાશમાં આવતાં જેલ પ્રશાસન સામે સવાલો ઉઠ્યા છે.
  Published by:ankit patel
  First published: