વધુ એક ખેડૂત હિંમત હાર્યો, પાક નિષ્ફળ જતાં સાયલાના ખેડૂતનો આપઘાત

News18 Gujarati
Updated: November 28, 2018, 2:50 PM IST
વધુ એક ખેડૂત હિંમત હાર્યો, પાક નિષ્ફળ જતાં સાયલાના ખેડૂતનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

સાત વિઘા જેટલી જમીનમાં પાક નિષ્ફળ જવાને કારણે 45 વર્ષના ખેડૂતે આપઘાત કરી લીધો છે.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વધુ એક ખેડૂત હિંમત હારી ગયો છે. 15 દિવસમાં જ સાયલા તાલુકામાં બીજા ખેડૂતો આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે હતાશામાં ગરકાવ થઈને આપઘાત કરી લીધો છે.  15 દિવસમાં જ સાયલા તાલુકામાં ખેડૂતના આપઘાતનો બીજો બનાવ નોંધાયો છે.

અહીં સાત વિઘા જેટલી જમીનમાં પાક નિષ્ફળ જવાને કારણે 45 વર્ષના ખેડૂતે આપઘાત કરી લીધો છે. મૃતક ખેડૂતનું નામ મનસુખભાઈ કરસનભાઈ શેખ છે. તેમના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મહાનાયક બચ્ચન દેવાદાર ખેડૂનોની વ્હારે:1300 ખેડૂતોનાં દેવા ભરી દીધા

આપઘાત કરી લેનાર ખેડૂતને ત્રણ દીકરી અને બે દીકરા એમ કુલ પાંચ સંતાન છે. સાયલા તાલુકાના સંગાઈ ગામ ખાતે ખેડૂતે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

3 મહિનામાં 17થી વધુ ખેડૂતોએ જીવન ટૂંકાવ્યુંરોજ એક બે દિવસના અંતરે ખેડૂતની આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે એકબાજુ મેઘરાજા રીંસાયા છે, તો બીજી બાજુ સરકારની નીતિને કારણે રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી છે, ધરતીપુત્ર પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જવાની બીકે પોતાનું અમુલ્ય જીવન ટૂંકાવી રહ્યાં છે. રાજ્યમાં દિવસેને દિવસે ધરતીપુત્રો હિમ્મત હારી રહ્યાં છે, બીજી બાજુ, સરકાર ખેડૂતોની ભલાઈ માટે હજુ પ્લાનિંગ જ કરી રહી છે. ત્યારે છેલ્લા 3 મહિનામાં 17થી વધુ ખેડૂતોએ પાક નિષ્ફળ, આર્થિક તંગી વગેરે કારણોસર જીવન ટુંકાવી લીધુ છે.
First published: November 28, 2018
વધુ વાંચો
अगली ख़बर