સુરેન્દ્રનગર: અફીણની ખેતી કરતો શખ્સ ઝડપાયો, ખેતરની વચ્ચોવચ કર્યુ હતું વાવેતર

News18 Gujarati
Updated: February 27, 2018, 10:26 AM IST
સુરેન્દ્રનગર: અફીણની ખેતી કરતો શખ્સ ઝડપાયો, ખેતરની વચ્ચોવચ કર્યુ હતું વાવેતર
નાનકડી જગ્યામાં ગાંજાની ખેતી સાથે જ આ લાખો રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે

નાનકડી જગ્યામાં ગાંજાની ખેતી સાથે જ આ લાખો રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે

  • Share this:
મૂળી: સુરેન્દ્રનગરનાં મૂળી તાલુકાનાં વેલાળા ગામમાં એક વ્યક્તિ અફીણ અને ગાંજાની ખેતી કરતો ઝડપાયો છે. આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી અફીણની ખેતી કરતો હતો. જેને LCBએ રેડ પાડીને ઝડપી પાડ્યો છે. આ વ્યક્તિએ ચાર વિઘાની જમીન હતી. તેણે આ જમીનનાં વચ્ચેના ભાગમાં અફીણનું વાવેતર કર્યુ હતું.

આરોપીએ પહેલી વખત અફીણનું વાવેતર કર્યુ હોય તેવું નથી. તે ઘણા સમયથી વાવેતર કરી રહ્યો હતો. નાનકડી જગ્યામાં અફીણની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો હતો.

4 ફેબ્રુઆરી 2011નાં રોજ પણ આવો કિસ્સો આવ્યો હતો સામે


માંજલપુર વિસ્તારના પારસનગરમાં ઘરના વાડામાં ગાંજો પકવડાં પિતા - પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માંજલપુર વિસ્તારમાં કોતરતલાવડી પાસે આવેલા પારસનગરમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતનીરામશંકરગીરી ઉફ મુચ્છડ બલવાનગિરી ગિરી માદકદ્રવ્યનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાં શહેર એસઓજી પોલીસે ગત રાતે તેના મકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં મકાનમાંથી રૂ. 16,200ની કિંમતનો 2,700 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

9 નવેમ્બર 2016નાં દિવસે પણ પકડાઇ હતી ગાંજાની ખેતી
મહિસાગરના માવાની મુવાડી ગામેથી પોલીસે ગાંજાની ખેતી સહિત 47,40,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે રૂપા ધીરા પગી તેમજ ખાતુ માના પગી નામના ઈસમોના ખેતરો પર છાપો મારી ગાંજાના છોડ સહિત 47,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બન્ને વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે. જોકે, વ્યસન વિરોધી પ્રચારના કારણે પરિસ્થિતિમાં ફેરફાર થઇ રહેલો જોવા મળે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગાંજાનો પાક ગણાય છે.

First published: February 26, 2018, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading