રાજ્યમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે ધરતીપુત્રોની દશા બગાડી છે, એક તરફ દુષ્કાળ અને બીજી બાજુ સરકારની ઢીલી નીતિને કારણે ખેડૂતો આપઘાતનો રસ્તો અપનાવી રહ્યાં છે, ફરી એકવાર આવી જ ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે, અહીં એક ખેડૂતે કેનાલમાં પાણી છોડવા માટે બહેરી સરકારના કાને અવાજ પહોંચાડવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે અન્ય ખેડૂતોએ તેને રોક્યો હતો અને હૈયા ધારણા આપી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે લખતર મામલતદાર કચેરીમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી. ખેડૂત પોતાની સાથે કેરોસીન લઇને આવ્યો હતો, જે તેણે કચેરીમાં છાટ્યું હતું. ખેડૂતની માગ હતી કે કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જો કે કોઇ અણબનાવ બને તે પહેલા જ સાથી ખેડૂતોએ આપઘાત કરનાર ખેડૂતને પકડી લીધો હતો. બનાવને પગલે અધિકારીઓ પણ ગુમસૂમ થઇ ગયા હતા, જો કે બહેરી સરકાર સુધી અવાજ પહોંચાવા માટે આપઘાતનો પ્રયાસ કરવો પડે તે કેટલા અંશે યોગ્ય છે, થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીની સભામાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેના પ્રશ્નનું નિરાણકરણ તાત્કાલિક આવી ગયું હતું.
બીજી બાજુ સીએમ વિજય રૂપાણીનું ખેડૂતના આપઘાતને લઈ પ્રથમવાર નીવેદન આપતાં જણાવ્યું કે ખેડૂતોની આત્મહત્યા માટે રવિ પાકની નિષ્ફળતા કારણ નથી, તેમણે ન્યુઝ 18 ગુજરાતી સાથેની એક્સલ્યુઝિવ વાતચીતમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આત્મહત્યા પાછળ અલગ અલગ કારણો પણ જવાબદાર હોય છે. પાક નિષ્પળ જવાના કારણે જ ખેડૂતોએ આપઘાત કર્યો નથી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર