અક્ષય જોષી, સુરેન્દ્રનગર : વિશ્વભરમાં આજથી નવરાત્રી (Navratri 2021)નો પ્રારંભ થઈ રહ્યો છે. ગરબા (Garba) રમવાની સાથે નવરાત્રીમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવાનું પણ એક અલગ જ મહાતમ્ય છે. ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ચોટિલા મંદિરે (ણપદૂગતો ઊાસજતા) તમને આ વખતની નવરાત્રીમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ચોટીલા ડુંગર પર લેસર શો (chotila laser show)નું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર નવરાત્રીના સમયે રોશનીના ઝળહળાટથી જગમગી ઉઠ્યું છે. ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા આજથી શરૂ કરાયેલા લેસર શોએ ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. લેસર લાઇટિંગથી ડુંગર એવો ઝળહળી ઉઠ્યો છે કે, હાઈવે પરથી પસાર થતા વાહનો પણ એક સમય માટે આ નજારો જોવા માટે પોતાની ગાડી લઈ થંભી જાય છે.
લેસર લાઇટ દ્વારા ડુંગર પર માતાજીની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે, આ નજારો છેક હાઇવે પરથી પણ જોઇ શકાય છે, માતાજીની પ્રતિકૃતિ ઉપરાંત માં ચામુંડાના મંત્રની પ્રતિકૃતિ પણ ડુંગર પર લાઈટમાં જોવા મળી રહી છે. તમને જમાવી દઈએ કે, નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે. આજથી શરૂ થતો લેસર શો ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સુરેન્દ્રનગર : નવરાત્રીમાં ચોટીલા ડુંગરે લેસર શોનો અદભૂત નજારો, Video જોઈ તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ pic.twitter.com/Fh9XuymM0C
ઉલ્લેખનીય છે કે, આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માતાજી મંદિરો અને પરિસરમાં ભક્તો દ્વારા શણગાર કરવામાં આવે છે, અને નવરાત્રિમાં માઇ ભક્તો દર્શને આવતા હોય છે અને વિવિધ રીતે પૂજન અનુષ્ઠાન કરતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં આવેલ “માં ચામુંડા માતા”ના મંદિરે નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. અને માતાજીના દર્શન કરે છે અને નવરાત્રિના સમયમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શને આવતા હોય છે.
આ નવરાત્રિ દરમિયાન માતાજીના રોજે રોજ સવાર-સાંજ વિવિધ શણગાર કરવામાં આવશે તેમ જ આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે તેમજ અહીં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થા જળવાઇ રહે એવું સુંદર આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
હાલ નવરાત્રિના સમયમાં મંદિરમાં આરતીનો સમય વહેલી સવારે તેમજ સાંજે સુર્યાસ્ત બાદ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં માઇ ભકતો આરતીનું પણ લહાવો લઈને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે આ ઉપરાંત આ વર્ષથી ડુંગર ટ્રસ્ટ પરિવાર દ્વારા દરરોજ સાંજના સમયે લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેસર દ્વારા ડુંગર પર માતાજીની પ્રતિકૃતિ જોવા મળશે જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર