સુરેન્દ્રનગરઃHIV દવાની ફોર્મ્યુલા માટે સાયન્ટીસ્ટને ધમકી બાદ હુમલો,તપાસમાં ATSએ ઝંપલાવ્યું

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 5:54 PM IST
સુરેન્દ્રનગરઃHIV દવાની ફોર્મ્યુલા માટે સાયન્ટીસ્ટને ધમકી બાદ હુમલો,તપાસમાં ATSએ ઝંપલાવ્યું
સુરેન્દ્રનગર ખાતે રહેતા સાયન્ટીસ્ટ પર થયેલા હુમલા અને લૂંટની ઘટનાની તપાસમાં એન્ટી ટેરરિઝમ સ્કવોડે ઝંપલાવ્યું છે.વિજ્ઞાની ડૉકટર મુકેશ શુકલા પર કેમિકલ છાંટી તેમજ ચપ્પા વડે હુમલો કરી ત્રણ બુકાનીધારી શખસોએ એક પેન ડ્રાઈવ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 5:54 PM IST

સુરેન્દ્રનગર ખાતે રહેતા સાયન્ટીસ્ટ પર થયેલા હુમલા અને લૂંટની ઘટનાની તપાસમાં એન્ટી ટેરરિઝમ સ્કવોડે ઝંપલાવ્યું છે.વિજ્ઞાની ડૉકટર મુકેશ શુકલા પર કેમિકલ છાંટી તેમજ ચપ્પા વડે હુમલો કરી ત્રણ બુકાનીધારી શખસોએ એક પેન ડ્રાઈવ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી.

લૂંટી લેવાયેલી પેન ડ્રાઈવમાં અસાધ્ય રોગ ગણાતા એચઆઈવીની દવા પર કરેલા રિસર્ચની ફોમ્યુર્લા છે.સાયન્ટીસ્ટ મુકેશ શુકલાને હુમલા અને લૂંટની ઘટના પહેલા અરેબિક ભાષામાં લખેલો ધમકીભર્યો પત્ર મળ્યો હતો.ધમકીભર્યો પત્રના પગલે ડૉકટર શુકલાને બિનહથિયારી પોલીસ પ્રોટેકશન પણ આપવામાં આવ્યું હતું.

ગત શુક્રવારે બનેલી લૂંટ અને હુમલાની ઘટના પોલીસની ગેરહાજરીમાં બની હતી.આ ઘટના બાદ સુરેન્દ્રનગર પોલીસે સાયન્ટીસ્ટ મુકેશ શુકલાને હથિયારધારી પોલીસ રક્ષણ માટે ફાળવી આપી છે.તો બીજી તરફ એન્ટી ટેરરિઝમ સ્કવોડે પણ આ ગુનાની તપાસમાં ઝંપલાવ્યું છે.એટીએસની ટીમે છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરમાં ધામા નાંખ્યા છે.એટીએસ, એસઓજી અને લોકલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આરોપીઓ સુધી પહોંચવા મથામણ શરૂ કરી છે.

પોલીસની ગેરહાજરીમાં ડૉકટર પર હુમલાની ઘટના બની છે.એટીએસની ટીમે અનેક સ્થળોના CCTV ફૂટેજ તપાસ્યા છે.તપાસમાં ટેરર એન્ગલ સામે આવતો નથી.તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરે છે.આરોપીઓએ રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા છે.

ફાઇલ તસવીર

First published: April 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर