Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગરઃ લીંમડી Bypoll પહેલા નારિયેળની આડમાં લવાતો રૂ.26 લાખથી વધુનો દારૂ ઝડપાયો, પોલીસે બૂટલેગરોના પ્લાન પર ફેરવું પાણી

સુરેન્દ્રનગરઃ લીંમડી Bypoll પહેલા નારિયેળની આડમાં લવાતો રૂ.26 લાખથી વધુનો દારૂ ઝડપાયો, પોલીસે બૂટલેગરોના પ્લાન પર ફેરવું પાણી

પકડાયેલા આરોપીઓની તસવીર

બે આરોપીઓ લાખો રૂપિયાનો વિદેશી દારૂ લઈને લીંમડી જતા પહેલા હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયા હતા.

  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ અત્યારે ગુજરાતમાં (Gujarat by Election) આઠ વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણીનો (Bypoll) માહોલ છે. બૂટલેગરો પણ સક્રિય થયા છે. બૂટલેગરો (Bootleggers) દારૂ ઘૂસાડવાના અલગ અલગ કિમિયા અજમાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે. પરંતુ પોલીસ પણ બૂટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દેતી હોય છે. સુરેન્દ્રનગર (surendranagar) જિલ્લામાં લીંબડી નેશનલ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલો ટ્રક (truck with liquors) ઝડપાયો હતો. નારિયેળની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક લીંબડી પહોંચે તે પહેલા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 36.48 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લીંબડી પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે લીંમડી (Limbadi bypoll) હાઈવે ઉપરથી આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

  મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી અને નજીકમાં દિવાળીનો તહેવાર આવતો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ખાસ પેટ્રોલિંગ હાથધરવામાં આવ્યું હતું. ચેકિંગમાં બહારના રાજ્યના વાહનો કવરિંગ રીને દારૂની હેરાફેર કરતા હોવાથી આવા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું.

  ચેકિંગ દરમિયાન એક ટ્રક નંબર જી.જે.-15-ઝેડ- 0494માં સૂકા નાળિયેરના કોથળાના કવરિંગમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 750 મિલિની કાચની કંપની સિલબંધ બોટલો જપ્ત કરી હતી.

  આ પણ વાંચોઃ-ઓક્ટોબરમાં ચાંદીના ભાવમાં રૂ.8000નું ગાબડું, જ્યાં સોનું સુધારા તરફ, શું Diwaliએ વધશે Goldના ભાવ?

  પોલીસે ટ્રકમાંથી કુલ 26.46 લાખની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત 10 લાખ રૂપિયાની કિંમતના ટ્રક સહિત કુલ 36.48 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જોકે ચેકિંગ દરમિયાન આરોપીઓ ટ્રક મૂકીને સ્થળ ઉપરથી ફરાર થયો હતો. આ અંગે તમામ વિરુદ્ધ પાણશિલા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને દબોચી લીધા હતા.

  આ પણ વાંચોઃ-રુંવાડાં ઊભા થઈ જાય એવી ઘટના! પોલીસ કોન્સ્ટેબલે દોઢ વર્ષની બાળકીના ચહેરા પર ચાંપ્યા સિગારેટના ડામ

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

  ઉલ્લેખનીય છે કે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન 3 નવેમ્બરે થવાનું છે. અને 10 નવેમ્બરે મતગણતરી રાખવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની મોરબી, ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે.

  અત્યારે આ આઠ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તમામ રાજકિય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. અને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. લીંબડી બેઠક ઉપરની પેટા ચૂંટણી પહેલા જ મોટી માત્રામાં દારૂ પકડાતા અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Byelection, English liquor, Gujarat Bypoll, Limbadi, Surendranagar

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन