Home /News /kutchh-saurastra /

ગાયના મોતની વધુ એક ઘટના, સુરેન્દ્રનગરમાં એક સાથે 30 ગાય, તો કચ્છમાં 8 ભેંસના મોત

ગાયના મોતની વધુ એક ઘટના, સુરેન્દ્રનગરમાં એક સાથે 30 ગાય, તો કચ્છમાં 8 ભેંસના મોત

સુરેન્દ્રનગરમાં 30 ગાયના મોત

આ પહેલા આજ મહિનામાં સાબરકાંઠામાં 16, અમદાવાદમાં 40 અને મહેસાણામાં 35 ગાયના મોત નિપજ્યા હતા.

    વધુ એક ગાયના મોતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ અન મહેસાણામાં એક સાથે સંખ્યાબંધ ગાયના મોતની ઘટનાને હજુ એક મહિનો પણ થયો નથી એવામાં આજે ફરી સુરેન્દ્રનગર અને કચ્છથી ગાય-ભેંસના મોત થયાની ઘટના સામે આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મોતલખતરના કારેલા ગામમાં એક સાથે 30 ગાયના મોત થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. એક સાથે 30 ગાયના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પશુ આરોગ્ય વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો તપાસ હાથ ધરી હતી.

    ડોક્ટરોએ ગાયના મોત પાછળનું કારણ જાણવાની કોશિસ કરતા માલુમ થયું કે, ગાયો ચરાવવા નીકળેલો ગોવાળ વગડામાં ગાયો ચરાવતો હતો તે સમયે ગાયોએ કેતરમાંથી અરંડાના પાન ખાઈ જતા ગાયના મોત થયા છે.

    આ બાજુ કચ્છ જીલ્લાના મુન્દ્રાના કાંડાગરા ગામમાં પણ ઝેરી ચારના કારણે 8 ભેંસોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રાના કાંડાગરા ગામે મકાઈનો ચારો ખાધા બાદ ચારાની ઝેરી અસરથી 8 ભેંસના મોત નિપજ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, હજુ હમણાં જ અમદાવાદની બંસી પાંજરાપોળમાં પણ ઝેરી ઘાસચારો ખાતા 40થી વધુ ગાયોના મોત નિપજ્યા હતા. આ ઘટનાના બે દિવસ પહેલા જ મહેસાણાના રામોસણા પાસે પણ ઝેરી ઘાસચારાના કારણે 35 ગાયના મોત નિપજ્યા હતા. એટલું જ નહી આ ઘટનાઓ પહેલા પણ બોરસદનાં પાંજરાપોળમાં પણ એક સાથે 38 ગાયનાં મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી . ધાસચારો ખાધા બાદ તમામ ગાય એક સાથે બિમાર પડી હતી. ત્યારે સારવાર દરમિયાન તમામ ગાયના મોત નીપજ્યું હતા. હમણાં જ આવો જ એક કિસ્સો છત્તીસગઢથી પણ સામે આવ્યો હતો.

    આ બાજુ છત્તીસગઢના બલૌદાબજાર જીલ્લામાં એક ગ્રામ પંચાયતની ગૌશાળામાં થોડા દિવસ પહેલા શ્વાસ રૂંધાઈ જવાથી 18 ગાયના મોત નિપજ્યા હતા. જેમાં ગામના ખેડૂતો રખડતી ગાયો દ્વારા ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોંચાડવાના કારણે પરેશાન હતા. બધાએ અંદરો-અંદર ચર્ચા કરી રખડતી ગાયોને પકડી ગામની ગૌ-શાળાના એક રૂમમાં બંધ કરી દીધી અને અન્ય ગાયોને ખુલ્લામાં ખીંટા લગાવી બાંધી દીધી. જેથી ગાયોનું રૂમમાં શ્વાસ રૂંઢાઈ જવાથી મોત થયું હતું
    Published by:kiran mehta
    First published:

    Tags: Due, Food-poisoning, Mundra, Surendranagar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन