Home /News /kutchh-saurastra /Surendranagar:22 વર્ષની દિવ્યાંગ યુવતીના દુષ્કર્મીને 10 વર્ષની જેલ, ઢિંગલી આપીને પીડિતા પાસે જાણી હતી હકીકત
Surendranagar:22 વર્ષની દિવ્યાંગ યુવતીના દુષ્કર્મીને 10 વર્ષની જેલ, ઢિંગલી આપીને પીડિતા પાસે જાણી હતી હકીકત
દુષ્કર્મના દોષીની તસવીર
surendranagar crime news: થાનમાં વર્ષ 2017માં માનસિક અસ્વસ્થની યુવતી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જે અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં (Surendranagar Special Poxo Court) ચાલીજતાં આરોપીને 10 વર્ષ ની સજા અને રૂપિયા 1 લાખનો દંડની કોર્ટે સજા કરી છે.
અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં કોર્ટે (surendranagar court) સમાજામાં દુષ્કર્મીઓ સામે (rape accused) દાખલો બેસાડતો એક ચૂકાદો આપ્યો છે. અહીં થાનમાં વર્ષ 2017માં માનસિક અસ્વસ્થની યુવતી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જે અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં (Surendranagar Special Poxo Court) ચાલીજતાં આરોપીને 10 વર્ષ ની સજા અને રૂપિયા 1 લાખનો દંડની કોર્ટે સજા કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતી 22 વર્ષની માનસિક અસ્વસ્થની યુવતી 25 મે 2017ના રોજ કારખાનામાં કામ કરતી તેની માતાને ટીફીન આપવા જઇ રહી હતી. તે દરમિયાન નરેશ ઉર્ફે પપ્પુ ભવાનભાઇ અઘારા નામના રિક્ષાચાલકે બળજબરીથી તેનું અપહરણ કરી નવાગામ તરફના રસ્તે અવાવરૂ જગ્યાએ લઇ જઇ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અને ત્યાર બાદ યુવતીને જે સ્થળેથી અપહરણ કરી લઇ ગયો હતો ત્યાં પરત મુકી ફરાર થઇ ગયો હતો. ઘેર આવેલી યુવતીના કપડા ફાટેલી હાલતમાં અને લોહીવાળા જોવા મળતા પરિવારજનોએ યુવતીને સમજાવટથી પુછપરછ કરતા દુષ્કર્મ થયું હોવાની વિગત બહાર આવતા થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી નરેશ અઘારાની ધરપકડ કરી હતી.
કુલ રૂપિયા 1 લાખના દંડની રકમમાંથી ભોગ બનનાર ને રૂપિયા 75 હજાર વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં મહત્વની બાબત એ પણ હતી કે યુવતી માનસિક અસ્વસ્થની હોવાથી તેની ઉંમર 22 વર્ષ હોવા છતાં માનસીક સ્થિતિ બાળક જેવી હોવાથી રાજ્યમાં સૌપ્રથમવાર વનરેબલ વીટનેશરૂમમાં રમકડાની ઢીંગલીની મદદથી ભોગ બનનારની જુબાની લેવામાં આવી હતી.
અને ભોગ બનનાર યુવતીએ ઢીંગલીની મદદથી તેની સાથે બનેલા દુષ્કર્મના બનાવની હકીકત વર્ણવી હતી. આ ઉપરાંત મનોચીકીત્સકની જુબાની અને FSL રિપોર્ટને પણ કોર્ટે અગત્યના પુરાવા માન્યા હતાં.