ચોટીલાઃ પ્રેમી યુગલે ફાંસો ખાતા યુવતીનું મોત, યુવકનો દુપટ્ટો નીકળી જતા ફરાર

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવાગામની સીમમાં પ્રેમી યુગલ ઝાડ સાથે દુપટ્ટો બાંધી લટકી ગયું હતું.

 • Share this:
  રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગરઃ સામાન્ય રીતે પ્રેમમાં સફળતા ન જણાતા પ્રેમી યુગલો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. જ્યાં પ્રેમી યુગલે ગાળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

  મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવાગામની સીમમાં પ્રેમી યુગલ ઝાડ સાથે દુપટ્ટો બાંધી લટકી ગયું હતું. જોકે, યુવતી લટકતી રહી હતી જ્યારે યુવક છટકી ગયો હતો. જીવન મરણના કોલ યુવકે ખોટા પાડી ફરાર થઇ ગયો હતો.

  યુવતીનું મોત નીપજ્યું હતું જોકે, યુવકના ગળેથી દુપટ્ટો નીકળી જતાં યુવક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ યુવતીની લટકતી લાશ જોઇને પોલીસને જાણ કરી હતી. લોકોના ટોળા પણ સ્થળ ઉપર એકઠાં થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

  આ પણ વાંચોઃ-વાવાઝોડું 120kmphની ઝડપે વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થશેઃ જયંત સરકાર

  ચોટીલા વિસ્તાર ફોરેસ્ટ વિસ્તાર અને પ્રવાસન સ્થળ હોવાથી આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોવાનું સ્થાનિકોનું માનવું છે. પોલીસે આ યુવતીની ઓળખની કામગીરી હથધરી છે.
  Published by:ankit patel
  First published: