સુરેન્દ્રનગર: વેપારીનું અપહરણ કરી માર્યો ઢોર માર, સોનાની ચેન-વીંટીની લૂંટ

 • Share this:
  રાજ્યમાં લૂંટ, ચોરી, અપહરણ અને ફાયરિંગના બનાવો સામે આવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળી રહી છે. સુરેન્દ્રનગમાં લૂંટ, અપહરણ અને ફાયરિંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

  ઘટનાની વિગત અનુસાર બાઈક પર સવાર થઈને આવેલા 2 શખ્સોએ પહેલા વેપારીનું અપહરણ કર્યું અને બાદ તેને ઢોર માર મારી લાખોનીં લૂંટ ચલાવી હતી. આ શખ્સોએ વેપારી પાસેથી સોનાની ચેન અને વીંટીની લૂંટ ચલાવી 20 લાખની ખંડણી માગી હતી.  આ સાથે જ તેઓ ફાયરિંગ કર્યું હતું. બાદમાં આ બંને શખ્સો ત્યાં ફરાર થઈ ગયા હતા. આ વેપારી ફેકટરીમાંથી કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. જેમાં વેપારી ઈજાગ્રસ્ત થયો હતો.

  જો કે આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. જ્યારે ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
  Published by:Nisha Kachhadiya
  First published: