ગીરના સિંહો ચોટીલા પહોંચ્યા! 150 વર્ષ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ દેખાયા

News18 Gujarati
Updated: November 19, 2019, 10:00 PM IST
ગીરના સિંહો ચોટીલા પહોંચ્યા! 150 વર્ષ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ દેખાયા
ચોટીલા નજીક ખેતરમાં જોવા મળેલા સિંહની તસવીર

સિંહોનું ટ્રેકિંગ કરવા માટે ચાર ટીમો કાર્યરત છે. છ દિવસમાં 10 કિલોમીટરના રેડિએશનમાં જ સિંહો ફર્યા છે. 1830ના રેકોર્ડ મુજબ સિંહો ધ્રાંગધ્રા પંથકમાં વસવાટ કરતા હતા.

  • Share this:
અંકિત પોપટ, સુરેન્દ્રનગર : ગીરના (Sasan Gir) સિંહ (Lion) ચોટીલાનાં (Chotila) લોકમિત્રા ઢેઢુકી ગામમાં દેખાતા ચતચાર મચી ગયો છે. સિંહે આ વિસ્તારમાં પાડીનું મારણ કરીને મિજબાની પણ માણી હતી. જોકે, આ વિસ્તારમાં અચાનક સિંહ દેખાતા લોકો ભયભીત બન્યા છે. ગીરનાં સિંહ ચોટીલામાં દેખાતા આ પળોનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ મામલે વનવિભાગે (Forest) એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. સુરેન્દ્રનગર નાયબ વનસંરક્ષક હરેશ મકવાણાએ એક પત્રકાર પરિષદ કરી હતી. વનવિભાગ આ સિંહોનું છ દિવસથી ટ્રેકિંગ કરી રહ્યું છે. આ સિંહો પ્રાથમિક અનુમાન મુજબ બાબરા રેંજમાંથી આવ્યા હોવાનું અનુમાન છે. 150 વર્ષ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહો દેખાયા છે. અગાઉ એમ.કે. રણજિતસિંહની પુસ્તકમાં ઉલ્લેખ છે કે 1830માં ધ્રાંગધ્રામાં વસવાટ હતો.

નાયબ વનસંરક્ષક હરેશ મકવાણાએ જણાવ્યું, “અમારી રેંજમાં સિંહો છે એ અમે સ્વીકારીએ છીએ. સિંહો પ્રાથમિક રીતે બાબરા પંથકથી આવ્યા હોવાનુ અનુમાન છે. અમને જાણકારી મળતાં જ અમારા વનવિભાગના કર્મચારીઓ સંયુક્ત રીતે સતત મોનિટરીંગ કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 150 વર્ષે સિંહો પરત આવ્યા છે. એમ.કે. રણજિતસિંહની પુસ્તકમાં ઉલ્લેખ છે કે સિંહ ધ્રાંગધ્રા સુધી હતા. આ સિંહોનું ઘર વાપસી છે. એશિયાનું ગૌરવ ગુજરાતમાં એશિયાટિક લાયન છે. સિંહ ગીરથી સુરેન્દ્રનગર સુધી પહોંચી ગયા છે ત્યારે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ”

સિંહોને ખલેલ ન પહોંચાડીએ


મકવાણાએ વધુમાં જણાવ્યું કે ' આપણને જીજ્ઞાસા હોય છે , ડર છે. પરંતુ સિંહો નેચરલી અહીંયા સુધી પહોંચ્યા છે, ત્યારે તેની સંભાળ રાખીએ. ગ્રામજનોએ ડર ન રાખવો. અમે હાલમાં તેની નજર રાખી રહ્યા છે. હાલમાં બે સંખ્યામાં સિંહ છે. માદા અને પાઠડું છે.”

આ પણ વાંચો : 'નિત્યાનંદે અમદાવાદ આશ્રમ વિવાદ પર મૌન તોડતા કહ્યું, 'અનુયાયીઓને ટાર્ગેટ કરાયા
ચોબારી ગામની સીમમાં જોવા મળેલ સિંહની તસવીર


સિંહોનું મારણ

વનવિભાગે જણાવ્યું કે 'વનવિભાગે રામપરા ચોબારીમાં સિંહે મારણ કર્યુ છે. ૧૭મી તારીખે સિંહે ધારાઇમાં પાડિનું મારણ કર્યુ હતું. ( chotila) 18મી તારીખે અજમેરમાં પાડિ પર હુમલો કર્યો હતો. (jasdan) 19મી તારીખે ઢેઢુંકીમાં પાડિનું મારણ કર્યુ હતું. (jasdan) અને ચોબરિના રામપરામાં બે વાછરડીનું મારણ કર્યુ હતું. (chotila) સિંહ દ્વારા કરવામાં આવેલું હતું.

સરકારી સહાય મળશે

સિંહોએ જે ખેડૂતાના માલધારી કે પશુઓનું મારણ કર્યુ હશે તેમને સરકારની યોજનાઓ અન્વયે તેમને લાભ મળશે. અમે પ્રોસેસ શરૂ કરી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સિંહ અમરેલી જિલ્લામાંથી પરત આવ્યા હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો : ઠંડી માટે તૈયાર રહો! રાજ્યમાં ફૂંકાયા ઉત્તરપૂર્વના પવનો, તાપમાનનો પારો 5 ડિગ્રી ગગડ્યો

વનવિભાગની ટીમો દ્વારા ટ્રેકિંગ

વનવિભાગની ટીમો દ્વારા સિંહોનું સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. વનવિભાગી 8 ટીમ છેલ્લા છેલ્લા ૬ દિવસથી ટ્રેકિંગ કરી રહ્યા છે ટ્રેકિંગ દરમિયાન ફૂટ પ્રિન્ટ અને મુમેન્ટ નું ધ્યાન રાખવામાં આવી રહ્યો છે છ દિવસમાં ધ્યાને આવ્યું કે ૧૦કિમી ના રેડીએશન માં સિંહો ફરી રહ્યા છે
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading