લીંબડી : ગ્રીન ચોક ધીંગાણાનો CCTV Video, એક જ જ્ઞાતિના શખ્સો વચ્ચે ખેલાયો ખૂની ખેલ

લીંબડીના ગ્રીન ચોકમાં એક જ જ્ઞાતિના શખ્સો વચ્ચે મારામારી Liv Video થયો વાયરકલ

Limbadi Green Chowk fight CCTV Video : લીંબડીના ગ્રીન ચોકમાં ગઈકાલે થયેલી મારામારીનો વિચલિત કરતો સીસીટીવી વીડિયો વાયરલ, ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

 • Share this:
  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના લીંબડીમાં (Limbdi SurendraNagar) ગઈકાલે જાહેરમાં ખેલાયેલા ખૂની (Limbadi Group clash) ખેલનો સીસીટીવી વીડિયો (CCTV Video of Limbdi Group clash) સામે આવ્યો છે. આ સીસીટીવી વી઼ડિયોના દૃશ્યો કોઈ ફિલ્મોના સીન જેવા જણાય છે. જાહેરમાં 10-12 જણાના ટોળાએ હથિયારોથી હુમલો કરી અને માર મારતા ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘીંગાણાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video of Limbdi Group Clash) થઈ રહ્યો છે ત્યારે મારામારી એક જ જ્ઞાતિના શખ્સો વચ્ચે થઈ હોવાના પણ અહેવાલો છે.

  બનાવની વિગતો એવી છે કે ગઈકાલે લીંબીડીના હાર્દ સમા ગ્રીન ચોકમાં જાહેરમાં (Limbadi Green Chowk Group Clash CCTV Video) મારામારી થઈ હતી. મારામારીની આ ઘટનામાં લાકડી-દંડા અને હથિયારોથી હુમલો કરતા ત્રણથી વધુ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ ગ્રીન ચોકના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં 8-10 જેટલા લોકોનું ટોળું માર મારી ભાગી ગયું  પ્રાથમિક અહેવાલો મુજબ અંગત અદાવતમાં આ જૂથ અથડામણી થઈ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોના નિવેદનો મેળવી અને પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. બનાવને પગલે લીંબડીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે દુકાનો ટપોટપ બંથ થઈ ગઈ હતી. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ થઈ હતી કે બનાવ પોલીસ ચોકીની સામે જ બન્યો હતો.

  આ પણ વાંચો :  જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં મારામારીનો Live Video, Covidના દર્દીના પરિવારજનોએ કર્યો હુમલો

  પોલીસે સીસીટીવીના આધારે ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી

  મારામારીમાં પોલીસે ઇજાગ્રસ્તોની ફરિયાદ અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બાદ સુરેન્દ્રનગરમાં હૉસ્પિટલમાં પણ લોકોના ટોળા ધસી આવ્યા હતા ત્યારે તેમની પાસેથી પણ વધુ વિગતો મળે તેવી સંભાવના છે ત્યારે ઘટનાના આશરે 24 કલાક બાદ તેના સીસીટીવી વીડિયોએ ચકચાર મચાવી દીધી છે. આરોપી અને ભોગ બનનારા એક જ જ્ઞાતિના હોવાથી મામલામાં અદાવત જ કારણભૂત હોવાની પ્રબળ શક્યતા છે પરંતુ વધુ માહિતી તો પોલીસ તપાસના અંતે જ ખબર પડશે.
  Published by:Jay Mishra
  First published: