Home /News /kutchh-saurastra /લીંબડીના ધારાસભ્ય માતાજીના માંડવામાં ધૂણ્યા, વીડિયો વાયરલ

લીંબડીના ધારાસભ્ય માતાજીના માંડવામાં ધૂણ્યા, વીડિયો વાયરલ

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ધારાસભ્ય સોમાભાઈ પટેલ સ્ટેજ પર ધૂણતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. સાયલાના છડીયાલી ગામે યોજાયેલા માતાજીના એક માંડવામાં ધારાસભ્યો હાથમાં સાકળ સાથે ધૂણતા નજરે પડી રહ્યા છે. આ અંગે ધારાસભ્યનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે હું માતાજીનો ભગત છું.

    સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના બાદમાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચા જાગી છે. સોમાભાઈ પટેલનો ધૂણવા અંગેનો વીડિયો વાયરલ થતા એવી અટકળો વહેતી થઈ હતી કે ધારાસભ્ય અંધશ્રદ્ધામાં માને છે. લોકો એવી ટિપ્પણી કરી રહ્યા હતા કે લોકોના પ્રતિનિધિ હોય તેવા વ્યક્તિના આવા કૃત્યથી લોકો સહેલાઇથી વિજ્ઞાનને બદલે અંધશ્રદ્ધામાં માનવા પ્રેરણા મેળવે છે.

    લોકો એવું કહેતા સંભળાયા હતા કે ધારાસભ્ય જેવી વ્યક્તિ પોતાની ગરિમા ભૂલી જાય તે શરમજનક બાબત છે, તેમને ભાન હોવું જોઈએ કે તેઓ કયા પદે બિરાજમાન છે. આ વીડિયોએ હાલમાં આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચા જગાવી છે.

    બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ગુરુવારે જ્યારે ભાજપના ઉપવાસ હતા ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્યના પીએ દ્વારા ફેસબુક પર આ વીડિયો વાયરલ કરીને બીજો સ્ટન્ટ ઉભો કર્યો હતો.

    આ અંગે અંગે સોમા ગાંડાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, હું માતાજીનો ભગત છું, મને પહેલાથી જ નાચવાનો શોખ છે. ભાજપ વાળા તો મોટા ભુવા છે, તે આખા દેશને નચાવે છે. હું ચામુંડા માતાજીનો ભગત છું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Limbadi, ધારાસભ્ય

    विज्ञापन
    विज्ञापन