સરકારે કોઈ પગલાં ન લેતા દલિત વિરોધી તત્વોને ચરબી ચડી છેઃ જિગ્નેશ મેવાણી

News18 Gujarati
Updated: May 23, 2018, 4:49 PM IST
સરકારે કોઈ પગલાં ન લેતા દલિત વિરોધી તત્વોને ચરબી ચડી છેઃ જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણી (ફાઇલ તસવીર)

  • Share this:
રાજકોટના શાપરના દલિત યુવકની મારા મારીને કરવામાં આવેલી હત્યાના મામલો વધુ ગરમાયો છે. બુધવારે વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. મેવાણીએ પીડિત પરિવારને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.

પરિવાર સાથે મુલાકાત બાદ મેવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'સરકારે કોઈ જ એવા પગલા નથી લીધા જેના કારણે એવો સંદેશ જાય કે આદિવાસી, મુસ્લિમ અને દલિતો પર અત્યાચાર થશે તો અમે ફિટ થઈ જઈશું. આ જ કારણે આ જાતિવાદી તત્વોને દલિતો પર હુમલા કરવાના ચરબી ચડી છે. અમને સહાયના આઠ લાખ નથી જોઈતા પણ ન્યાય જોઈએ છે. રૂપાણી સરકારે એવું કહેવું જોઈતું હતું કે અમે ચાર મહિનાની અંદર આ કેસનો ચુકાદો લાવીશું, પરંતુ તેમણે આવી વાત ન કરી. રૂપાણી કર્ણાટકમાં જઈને દલિતોને માખણ લગાવે છે, પરંતુ અહીં તેમના શાસનમાં ઉના જેવા કાંડ થાય છે."

અમે દલતિ વિરોધ નથીઃ પ્રદેશ ભાજપ પ્રમુખ

દલિતો પર અત્યાચાર મામલે ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ ક્યારેય દલિત વિરોધી રહી નથી. અમારી નીતિ જ એવી છે કે દરેક લોકો આગળ આવે. કોંગ્રેસે ડો. ભિમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે. શાપરની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ચાર્જશીટ મજબૂત હોય, કોઈ છટકબારી ન હોય ત્યારે આરોપી છટકી શકતો નથી. કોંગ્રેસના શાસનમાં અનેક એવા લોકો હતા જે આવા કેસમાં છૂટી જતા હતા, પરંતુ ભાજપની સરકારમાં આવું થતું નથી. ભાજપની સરકાર દલિતો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે.

રાજકોટમાં ઢોર માર મારતા દલિતનું થયું હતું મોત

રાજકોટ નજીક આવેલા શાપર ખાતે 19મી મેના રોજ કારખાનેદારે એક દલિત યુવકને ફેક્ટરીના ગેટ બહાર બાંધીને માર માર્યો હતો. ઢોરમાર મારવામાં આવ્યા બાદ દલિત યુવકનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસ ચાર લોકોની ધરપકડ કરી હતી. કારખાનેદારે ચોરી કરવાની શંકાના આધારે દલિત યુવક અને તેની પત્નીને માર માર્યો હતો.ચાર સામે ગુનો દાખલ

દલિત યુવકને ઢોર માર મારવાથી હત્યાના કેસમાં પોલીસે પાંચમાંથી ચાર આરોપી સામે 302ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં એટ્રોસીટી એક્ટ પ્રમાણે સરકાર મૃતકના પરિવારજનોને 8.25 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાંથી અડધી રકમ તાત્કાલિક ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગૃહમંત્રીએ શું કહ્યું?

આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફેક્ટરીના માલિકોએ હુમલો કરતા યુવકનું મોત થયું છે. ચાર લોકોની 302 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં સંકળાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે શું કહ્યું હતું?

આ અંગે ઇન્ચાર્જ એસ.પી. શ્રૃતિ મહેતા(રાજકોટ ગ્રામ્ય)એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શાપર ખાતે રાદડિયા ઇન્ડસ્ટ્રિઝના લોકોએ ચોરીની શંકાના આધારે એક વ્યક્તિને માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. આ ગુનામાં રવિવારે સાંજે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો સામે 302, એટ્રોસિટી સહિતની કલમો લગાડી કાર્યવાહી કરવામાં આવી છે.
First published: May 23, 2018, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading