આઈ.કે.જાડેજાને ટિકિટ ન મળતાં રોષ, સમર્થકો કમલમમાં કરશે રજૂવાત

Margi | News18 Gujarati
Updated: November 18, 2017, 4:40 PM IST
આઈ.કે.જાડેજાને ટિકિટ ન મળતાં રોષ, સમર્થકો કમલમમાં કરશે રજૂવાત

  • Share this:
ભાજપે વિધાનસભા ચૂંટણીની યાદીમાં 70 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ બેઠક પર આઈ કે જાડેજાને ટિકિટ ન મળતાં સમર્થકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

વઢવાણની આ બેઠક પર હાલ ધારાસભ્ય વર્ષાબેન દોશીની જગ્યાએ ધનજીભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આઇ.કે.જાડેજાને ટિકિટ મળશે તેવું માનવામાં આવી રહ્યું હતું. ભાજપ દ્વારા આઇ.કે. જાડેજાની બદલે ધનજીભાઈ પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે. જેને કારણે જાડેજાના સમર્થકો નારાજ થયા છે. આઇ.કે. જાડેજાને ટિકિટ ન આપતાં તેમના સમર્થકો આજે ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને ભેગા થયા હતાં. તેઓ કમલમમાં પણ રજૂવાત કરવા પહોંચવાના છે. સમર્થકો આઈ.કે.જાડેજાને ટિકિટ મળે તે માટે કમલમમાં પહોંચવાના છે.

ભાજપનાં મુખ્ય ચહેરાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની જુની બેઠક રાજકોટ પશ્ચિમથી જ ચૂંટણી લડશે. તો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમની જૂની બેઠક ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડશે. તમામ દિગ્ગજ નેતાઓને તેમની જુની બેઠક  પરથી જ ચૂંટણી લડાવવામાં આવી છે.
First published: November 18, 2017, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading