લીંબડી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં કિરીટસિંહ રાણા પરિવારનો એક ચક્રીય અધિકાર!

લીંબડી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં કિરીટસિંહ રાણા પરિવારનો એક ચક્રીય અધિકાર!
લીંબડી (Limbadi) બેઠક માટે ઉમેદવાર માટે ઘણા સમયથી મથામણ ચાલતી હતી કે કોને ટિકિટ ફાળવવી પરંતુ આ બેઠક પર અંતે કિરીટસિંહ રાણાને જ ટિકિટ આપવામાં આવી છે.

લીંબડી (Limbadi) બેઠક માટે ઉમેદવાર માટે ઘણા સમયથી મથામણ ચાલતી હતી કે કોને ટિકિટ ફાળવવી પરંતુ આ બેઠક પર અંતે કિરીટસિંહ રાણાને જ ટિકિટ આપવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી (BJP) રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસને (Congress) પરિવારવાદવાળી પાર્ટી કહી ટોણો મારે છે. પરંતુ સમય જતાં બીજેપી પણ એજ રસ્તે ચાલતી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની (Gujarat Vidhan Sabha) પેટા ચૂંટણીમાં તેનું જીવતું જાગતું ઉદાહરણ લીંબડી િલીના ઉમેદવાર કિરીટસિંહ રાણા (KiritSinh Rana) છે.

લીંબડી (Limbadi) બેઠક માટે ઉમેદવાર માટે ઘણા સમયથી મથામણ ચાલતી હતી કે કોને ટિકિટ ફાળવવી પરંતુ આ બેઠક પર અંતે કિરીટસિંહ રાણાને જ ટિકિટ આપવામાં આવી છે. આમ તો એક બેઠક પર કોળી ઉમેદવારને ટિકિટ માટે સરકારમાંથી જ માંગણી કરવામાં આવી હતી.આ બેઠક પર નજર કરીએ તો લીંબડી વિધાનસભામાં કિરીટ સિંહ રાણાના પરિવારનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. 1980થી 2020 સુધી બીજેપીની પહેલી પસંદ કિરીટ સિંહ રાણા અને તેનો પરિવાર જ હોઈ છે. આ બેઠક પર પહેલી વખત 1980માં કિરીટ સિંહના પિતા જીતુભા રાણાને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમની હાર થઈ હતી એ બાદ 1985માં જીતુભાને ટિકિટ આપી હતી. પણ વધુ એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 1990 માં ફરી એક વખત જીતુભા રાણાને ટિકિટ આપતા તેમની જીત થઈ હતી.

પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં ભંગાણ, મોરબી જિ.પં. પ્રમુખ ભાજપમાં જોડાયા

1995માં બીજેપીએ કિરીટસિંહ રાણાને ટિકિટ આપી એમણે એ બેઠક પર જીત મેળવી હતી. ત્યારબાદ ફરી 1998માં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ફરી એક વખત કિરીટસિંહ રાણાને જ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પણ તેની જીત થઈ હતી એ બાદ વર્ષ 2002માં કિરીટસિંહ રાણા કોંગ્રેસના ઉમેદવાર ભવાન ભરવાડ સામે હારી ગયા હતા. તો 2007માં ફરી કિરીટ સિંહ બીજેપીના સિમ્બોલ પર લડ્યા અને જીત મેળવી હતી.

ગુજરાતમાં દિવાળી નહીં, ડિસેમ્બરમાં જ શાળા ખોલવા સરકાર મક્કમ : સૂત્ર2012માં કોંગ્રેસના ઉમેદવાર સોમાં ગાંડા પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા. 2012માં સોમા પટેલે પક્ષ પલટો કરતા 2013 માં પેટા ચૂંટણીમાં કિરીટ સિંહને ટિકિટ આપતા તેમણે જીત મેળવી હતી એ બાદ 2017 માં કિરીટ સિંહ રાણા સોમાં પટેલ સામે હારી ગયા હતા.  ગત રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન સોમા પટેલે રાજીનામુ આપતા આ બેઠક વધુ એક વખત ખાલી પડતા પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ફરી એક વખત ભાજપે કિરીટ સિંહને જ ટિકિટ આપી છે.એટલે કે કિરીટસિંહ રાણા અને તેમના પરિવારને કુલ 11મી વખત ટિકિટ આપવામાં આવી છે. જેમાં કિરીટસિંહ અને તેના પરિવારને 5 વખત જીત મળી છે એટલે કે, ભાજપના પરિવારવાદને લઈને બેવડુ વલણ સામે આવ્યું છે. આમ તો, આ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. પરંતુ બીજેપી રાણા પરિવારને જ ટિકિટ આપી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:October 15, 2020, 14:38 pm

ટૉપ ન્યૂઝ