યાત્રાધામ ચોટીલાથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો

યાત્રાધામ ચોટીલાથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો
પોલીસે બે નાની માછલીઓને ઝડપી પાડી પરંતુ આટલો મોટો જથ્થો મંગાવ્યો કોણે તેના સુધી પહોંચી નથી.

વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર સહિત પોલીસ ચાર જેટલી કાર બુલેટ સહિત લાખો રૂપિયા ની વિદેશ દારૂ જપ્ત કર્યો

 • Share this:
  રાજુદાન ગઢવી : સુરેન્દ્રનગર જિલ્લો દારૂની સપ્લાયના મામલે શિકાગો બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ખુલ્લેઆમ દારૂની હેરફેર અને બેરોકટોક દારૂ મળે છે. દરમિયાન પોલીસ વિભાગે પાડેલા એક દરોડામાં યાત્રાધામ ચોટીલામાં હોટલની પાછળથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું. આ સમગ્ર દરોડામાં પોલીસે 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ કાર્યવાહીમાં આશરે 35,00, 000 લાખ રૂપિયાનો દારૂ ઝડપાતા હાહાકાર મચી ગયો હતો.

  ઉલ્લેખનીય છે કે ચોટીલા યાત્રા ધામ છે અને મા ચામુંડાનો ગઢ છે. આવા પાવન સ્થળે દારૂની બેરોકટોક હેરાફેરી થવાથી ભક્તોમાં પણ આઘાતની લાગણી છવાઈ છે. પોલીસની કાર્યવાહીમાં વિદેશ દારૂ ભરેલું આખું કન્ટેનર સહિત પોલીસ ચાર જેટલી કાર બુલેટ સહિત લાખો રૂપિયા ની વિદેશ દારૂ જપ્ત કર્યો છે.  ચોટિલામાં દારૂની માંગ સેનેટિઝાઇઝરની જેમ વધી

  છાશવારે ચોટીલા પંથકમાં દારૂના કટિંગ થાય છે ત્યારે સામાન્ય માણસને સવાલ થાય કે કોરોનાના મહામારીમાં જેમ સેનેટાઇઝરની માંગ વધી છે એમ ચોટીલામાંથી દારૂ વેચાઈ રહ્યો છે અને ઝડપાઈ રહ્યો છે. પવિત્ર યાત્રાધામ હોવાના કારણે અહીંયા અનેક ઝાઝરમાન હોટલો બંધાઈ છે અને તેની સાથે જ દારૂનો વેપલો પણ પૂરબહારમાં ખીલ્યો છે.

  આ પણ વાંચો :  અમદાવાદ : AMCની Coronaની કામગીરીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ નારાજ, અધિકારીઓનો ઉધડો લીધો

  બેની અટકાયત પરંતુ મોટી માછલી સુધી રેલો ક્યારે?

  રાજસ્થાન હરિયાણા પંજાબ સહિત રાજ્ય માંથી પુષ્કળ પ્રમાણમાં વિદેશ દારૂ રોજ ઠલવાઈ રહ્યો છે ત્યારે આ મામલે પોલીસે બેની અટકાયત કરી છે તો વિદેશી દારૂ મંગાવનારા બૂટલેગરો ઝાબાઝ એવી ચોટીલા પોલીસની પકડથી બહાર છે. પોલીસ નાના માછલાને પકડી રહી છે ત્યારે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ લાવનાર મોટા બૂટલેગરો પણ સૂચક રીતે પોલીસની પકડથી દૂર છે.

  આ પણ વાંચો :  લીંબડી : 'મને જીવવું છે', પ્રેમી લોહીલુહાણ હાલતમાં હોટલના રૂમમાંથી નીકળ્યો, પ્રેમિકાનું મોત
  Published by:Jay Mishra
  First published:June 26, 2020, 15:16 pm

  ટૉપ ન્યૂઝ