સુરેન્દ્રનગર: કોંગ્રેસ ઉમેદવારનું ખિસ્સુ ખાલી થતા બચ્યું, ભીડે ધોઈ નાખ્યો ખિસ્સાકાતરૂને - Video

કોંગ્રેસ ઉમેદવારનું ખીસ્સુ કાતરવા આવેલ ચોરને ટોળાએ મારમાર્યો

મહત્વની વાત એ છે કે, ખીસ્સાકાતરૂએ અન્ય કોઈ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારના ખિસ્સાને જ ટાર્ગેટ બનાવ્યું, અને કોંગ્રેસ ઉમેદવારના ખિસ્સામાં હાથ નાખી રોકડી કરવાની કોશિશ કરી

  • Share this:
    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : રાજ્યમાં આઠ વિધાનસભા પેટા ચૂંટણીને પગલે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. બંને પક્ષ દ્વારા મોટી મોટી સભા ગોઠવી પ્રચાર પ્રસાર કરવાની કોશિશ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. આ ભીડનો ફાયદો ઉઠાવી કોંગ્રેસ ઉમેદવારનું જખીસ્સુ ખાલી કરવાના ઈરાદે આવેલો શંકાસ્પદ ખીસ્સાકાતરૂ ઝડપાઈ ગયો અને લોકોના મારનો ભોગ બન્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડી વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારને પગલે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવાર માટે સભા યોજવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના ખિસ્સામાં એક ખિસ્સાકાતરૂએ હાથ નાખવાની કોશિશ કરી પરંતુ ભીડમાંથી કોઈ આ જોઈ જતા ખિસ્સા કાતરૂના બુરા હાલ થયા હતા. જોકે, કોંગ્રેસ ઉમેદવારનું ખિસ્સુ ખાલી થતા બચી ગયું હતું.

    વિગતે ઘટનાની વાત કરીએ તો, લીંબડી પેટાચૂંટણી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચેતન ખાચરની સુરેન્દ્રનગર ખાતે સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ સમયે એક શંકાસ્પદ ખિસ્સાકાતરુ ભીડનો લાભ લઈ સભામાં ઘુસી ગયો. મહત્વની વાત એ છે કે, ખીસ્સાકાતરૂએ અન્ય કોઈ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારના ખિસ્સાને જ ટાર્ગેટ બનાવ્યું, અને કોંગ્રેસ ઉમેદવારના ખિસ્સામાં હાથ નાખી રોકડી કરવાની કોશિશ કરી. જોકે, ભીડમાંથી કોઈ તેને જોઈ જતા, કોંગ્રેસ ઉમેદવારનું ખીસ્સુ ખાલી થતા બચી ગયું હતું, પરંતુ ખીસ્સાકાતરૂના બુરાહાલ થયા હતા.



    ભીડમાંથી કેટલાક લોકો તેને ખેંચીને બહાર લઈ ગયા, આ સમયે કોંગ્રેસ ુમેદવારે બુમો પણ પાડી તેને છોડી દો, પરંતુ ગુસ્સે થયેલા લોકોએ ખીસ્સાકાતરૂને સભામંડપમાંથી બહાર લઈ જઈ હાથ સાફ કર્યો હતો. આ સમયે હાજર પોલીસ કર્મી અને અધિકારીઓ દોડી આવ્યા હતા, અને ખીસ્સાકાતરૂને ટોળાના મારથી બચાવી લીધો હતો, અને તેને પકડી પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની પુછપરછ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી હતી.

    સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

    આ પણ વાંચો -  સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, હાલત ગંભીર

    આ સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો પર વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ખીસ્સાકાતરૂને લોકો પકડી બહાર લઈ જાય છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર તેને છોડી મુકવાની પણ વાત કરી રહ્યા છે. ટોળુ તેને બહાર લઈ જઈ ધોઈ નાખે છે, જોકે, થોડીજ વારમાં પોલીસ વચ્ચે પડી ખીસ્સાકાતરૂને લઈ જતી રહે છે.

    ઉલ્લેખનીય છે કે, ભીડનો લાભ લઈ ખીસ્સાકાતરૂઓ લોકોના ખીસ્સામાંથી મોબાઈલ અને રોકડ સેરવી લેતા હોય છે. આ મામલામાં પોલીસે આરોપી સહિત બે લોકોને પોલીસ સ્ટશન લઈ પુછપરછ હાથ ધરી છે. આ મામલે ખુદ કોંગ્રેસ ઉમેદવારે ફરિયાદ નહીં કરવાનું કહી દેતા પોલીસે પણ બંને પરપ્રાંતિય યુવકોના સ્ટેટમેન્ટ લઈ તેમને છોડી મુક્યા છે.
    Published by:kiran mehta
    First published: