Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

સુરેન્દ્રનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસો પહેલા પોલીસ કસ્ટડીમાં યુવાનનાં મૃત્યુનાં કેસમાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસો પહેલા પોલીસ કસ્ટડીમાં યુવાનનાં મૃત્યુનાં કેસમાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    આ ઘટનાની વિગતો એવી છો કે, આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. ૯ મેના રોજ શહેરના ૮૦ ફુટ રોડ વિસ્તારમાં રહેતાં યુવક કશ્યપ રાવલને બી ડિવીઝન પોલીસ મથકે રૂપિયાની લેતી-દેતી મામલે થયેલી અરજીના આધારે બગોદરા હાઈવે પરથી પકડીને પુછપરછ માટે લાવવામાં આવ્યો હતો.

    જે દરમ્યાન યુવકની અચાનક તબીયત લથડતાં સારવાર અર્થે શહેરની હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન કશ્યપ રાવલનું મોત નીપજ્યું હતું જયારે આ મામલે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ પોલીસના મારવાથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતકની લાશને પેનલ ડોકટર પીએમ માટ રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ જયાં સુધી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે ૩૦૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટ હોસ્પીટલ ખાતેથી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

    પરંતુ બે-ત્રણ દિવસને અંતે બી ડિવીઝન પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવતાં મામલો થાળે પડયો હતો અને પરિવારજનો તેમજ સમાજના લોકોએ લાશનો સ્વીકાર કરવા માટે સહમત થયાં હતાં અને રાજકોટ હોસ્પીટલેથી લાશ સ્વીકાર્યા બાદ મૃતક કશ્યપ રાવલની સુરેન્દ્રનગર ખાત અંતિમ વિધિ કરવામાં આવી હતી.

    આ કસ્ટોડીયલ ડેથના મામલે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયાં બાદ પરિવાજનો સહિત લોકોની નજર પોલીસની કાર્યવાહી પર હતી.

    આ બનાવનાં ૨૦ દિવસ બાદ જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ આ મામલે ગંભીરતા દાખવી કાર્યવાહી હાથધરી હતી જેમાં બી ડિવીઝન પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.

    કોને-કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ?

    સુરેન્દ્રનગર બી ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ - એન.બી.ડોડીયા, એએસઆઈ - દેવીસિંહ સોલંકી, એએસઆઈ - કેશાભાઈ સુમેરા અને હેડ કોન્સ્ટેબલ - દિગપાલસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Custodial Death, Surendranagar police, ગુજરાત, પોલીસ`

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन