સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના લખતર (Heavy Rain in Lakhtar)માં 24 કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતા તાલુકાના અનેક ગામો પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે તાલુકાના પાંચ ગામ (Village) સંપર્ક વિહોણા બની ગયા હતા. ગામમાં પ્રવેશ માટે બનાવવામાં આવેલા કોઝવે પર પાણી ફરી વળતા આ ગામોના લોકો 24 કલાક સુધી ફસાયેલા રહ્યા છે. જેમાંથી તલસાણા ગામ (Talsana Village)માં 19 જેટલી સગર્ભા હોવાની માહિતી મળી છે. જેમાંથી અમુક સગર્ભાની ડિલિવરીની તારીખ ખૂબ જ નજીક હોવાથી ચિંતા વધી છે. બીજી તરફ ગામ લોકોનો આક્ષેપ છે કે 24 કલાક થવા છતાં અહીં તંત્ર પહોંચ્યું નથી. ભારે વરસાદને પગલે પશુઓમ માટેનો ચારો પણ પલળી ગયો છે. ખેડૂતો (Farmers)ની હજારો વિઘા જમીન પર વરસાદના પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાનો પણ ડર ફેલાયો છે.
મળતી માહિતી પ્રમાણે તલસાણા ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં છે. આ ઉપરાંત 24 કલાક પસાર થવા છતાં તંત્રએ ગામની કોઈ દરકાર લીધી ન હતી. ગામના લોકોનું કહેવું છે કે તંત્ર કે આરોગ્ય વિભાગ તરફથી કોઈ જ જવાબ આપવામાં આવતો નથી. 24 કલાકથી ગામમાં લાઇટ પણ ન હોવાથી મોબાઇલ ફોન પણ બંધ થવા આવ્યા છે. પાંચ ગામના સરપંચો મદદ માટે તંત્રની મદદ માંગી રહ્યા છે.
લખતરમાં ભારે વરસાદથી સાકર ઢાંકી, તલસાણા, દેવળીયા, સદાદ અને લરખડી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. દેવળીયા ગામમાં વાડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી 10થી વધુ લોકો ફસાયેલા હતા. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી લખતરની ઉમય નદી બે કાંઠી વહી રહી હતી. જેના પગલે ઢાંકી લીલાપુર રોડ પરનો કોઝવે તૂટી ગયો હતો. જેનાથી લખતર તાલુકાના સદાદ, તલસાણા, લરખડીયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. બીજી તરફ જિલ્લામાં સારા વરસાદથી ત્રમ ડેમ ધોળીધજા, વાંસલ અને ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
ન્યૂઝ18ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું
ન્યૂઝ 18 ગુજરાતીએ તલસાણા અને અન્ય ચાર ગામ અંગે અહેવાલ પ્રગટ કર્યા બાદ લખતરના મામલતદાર ડૉક્ટર વિશાલ પટેલ તલસાણા જવા માટે રવાના થયા હતા. છેલ્લા 24 કલાકથી ગામ લોકો મુશ્કેલીમાં છે ત્યારે 24 કલાક બાદ મામલતદાર ગામ જવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત છે ત્યારે આ પાંચ ગામ માટે મદદ માંગવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર