Home /News /kutchh-saurastra /

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા

સુરેન્દ્રનગરમાં ક્રૂર હુમલો: ગુંડાતત્વોએ યુવાનનો હાથ કાપી ફેંકી દીધો, લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા

યુવાનના હાથ-પગ કાપી નાખવાની કોશિશ

લુખ્ખા તત્વોએ રીતસર એક હાથ તો કાપી બાજુ પર ફેંકી દીધો હતો. યુવાનની પરિસ્થિતિ એટલી ગંભીર હાલતમાં હતી, કે તેના લોહીથીલથબથ હાથના ફોટો દર્શાવી શકાય તેમ નથી.

  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર :  જિલ્લામાં હત્યા, લૂંટ, ફાયરિંગ, ખંડણી, મારામારી જેવા બનાવો વધ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લો જાણે ક્રાઈમનગર બન્યો હોય તેમ સતત અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે. લુખ્ખા તત્વોને પોલીસની પણ જરાએ બીક રહી નથી. જિલ્લામાં ખુલ્લેઆમ જુગાર વરલી મટકા દારૂ નાડા ધમધમી રહ્યા છે તો બીજી તરફ ખનીજ માફિયાઓનો ખોફ વધ્યો છે. ત્યારે આજે જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે જોઈ-સાંભળી તમારા રૂવાંટા ઉભા થઈ જશે.

  સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે.
  જિલ્લાના જોરાવર નગર બાય પાસ પાસે આજે લોહીયાળ ખુની ખેલ ખેલવામાં આવ્યો છે. લુખ્ખાતત્વોએ એક યુવકના તિક્ષણ હથિયાર વડે હાથ-પગ કાપી નાખવાની કોશિશ કરી છે. લુખ્ખા તત્વોએ રીતસર એક હાથ તો કાપી બાજુ પર ફેંકી દીધો હતો. યુવાનની પરિસ્થિતિ એટલી ગંભીર હાલતમાં હતી, કે તેના લોહીથીલથબથ હાથના ફોટો દર્શાવી શકાય તેમ નથી.

  ઘટનાની વિગતે વાત કરીએ તો, જોરાવરનગર બાય પાસ પાસે ગુંડાતત્વોએ બેફામ રીતે આંતક મચાવી યુવકનો હાથ કાપી નાખ્યો. હાથ કપાયેલી હાલતમાં યુવાન દર્દથી બુમો પાડતો રહ્યો, ત્યારે લોકોનું ધ્યાન જતા લોકો ભેગા થઈ ગયા. યુવાન કપાયેલા હાથે દર્દથી પીડાઈ રહ્યો હતો, તેની પરિસ્થિતિ જોઈ લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ અને રૂવાંટા ઉભા થઈ ગયા. લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી પોલીસને પણ માહિતી આપી.

  યુવાનની હાલત ગંભીર


  પોલીસ પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અતિ ક્રૂતાપૂર્વક હથિયારો ના ઘા ઝીંકી યુવાનના હાથ-પગ કાપી નાખવાની કોશિશ કરવામાં આવી છે. ભોગ બનનાર યુવકનું નામ રાજા માણેક હોવાનું સામે આવ્યું છે. કેમ હાથ કાપી નાખવામાં આવ્યા, અને કઈં બાબતે આવો હુમલો કરવામાં આવ્યો છે, તે જાણવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. જે જે લોકોએ આ યુવાનને દર્દથી પીડિત હાલતમાં જોયો તેમના રૂવાંટા ઉભા થઈ ગયા હતા. દરેકના મોંઢે એક જ વાત હતી, આવી હાલત કરનાર ખાખીની આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યા છે.

  સુરેન્દ્રનગર: જુગારધામ પર પોલીસ અને શકુનીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસની રિવોલ્વર પણ છીનવી લીધી

  સુરેન્દ્રનગર: જુગારધામ પર પોલીસ અને શકુનીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસની રિવોલ્વર પણ છીનવી લીધી

  ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પોલીસ નામની માત્ર હોય તેમ ખાખી સામે અસામાજિ તત્વો પોલીસને ખો આપી રહ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પકડાઈ રહ્યા છે. ખાનગી ફાયરિંગની વારંવાર ઘટનાઓ બને છે, જે પોલીસ ચોપડે નોંધાય છે, પરંતુ ગુંડાતત્વોને કોઈ પરક નથી પડી રહ્યો. આજે એક જ દિવસમાં ક્રાઇમની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં સાયલા તાલુકાના સુદામડા ગામે બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર લૂંટારુઓએ કટર વડે ધોળા દિવસે તોડી નાખ્યું અને લાખો રૂપિયાની લૂંટ કરીને નાસી ગયા છે. બીજી ઘટનામાં સુરેન્દ્દ્નગરના જોરાવનગર બાયપાસ પાસે બની, જેમાં અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે અંગત કારણોસર એક યુવક ઉપર તૂટી પડ્યા. તો ત્રીજો બનાવ ચુડા તાલુકા બલાળા ગામે સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતમાં બે જૂથો હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા છે. આ બનાવમાં ખાનગી ફાયરિંગ પણ થયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જિલ્લામાં છાશવારે હિંસક બનાવો બનતા રહે છે. જિલ્લામાં પોલીસનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ ગુનાહિત ઘટનાઓને ગુનેગારો અંજામ આપી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Surendranagar police

  આગામી સમાચાર