સુરેન્દ્રનગર : પોલીસે ઝડપી પાડ્યો ઢોંગી ભુવો, એકલી મહિલાઓને બનાવતો હતો 'શિકાર'

ઢોંગી ભુવાની લીલાનો પર્દાફાશ, 14 ગામની મહિલાઓને બનાવી હતી શિકાર

ધૂતારાની 'લીલા'નો પર્દાફાશ કરતી પોલીસ, કારનામા જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

 • Share this:
  રાજુદાન ગઢવી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લમાં (Surendranagar) અલગ અલગ તાલુકામાં  હાહાકાર મચાવનાર મનુ ભુવો આખરે  પોલીસન  સકન્જામાં આવી ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણના નાથ બાવા વિસ્તારમાં રહેતા આ ઢોંગી ભુવાએ અનેક મહિલાઓને ભોળવી ટાર્ગેટ બનાવતી હતી. આ ભુવો એકાન્તમાં જોવા મળતી મહિલાઓને ટાર્ગેટ પડી અને તેમને જ શિકાર બનાવતો હતો. ભુવાએ મહિલાઓનાં દાગીના  પડાવી લીધા હોવાના 14 ગામમાંથી કિસ્સા સામે આવ્યો છે. આ  શાતિર ભુવો  બાઇક લઈને  શિકારની  શોધમાં ખરાબપોરે નીકળતો અને  એકલ દોકલ ઘરે રહેતી મહિલાઓને 'ટાર્ગેટ' બનાવતો હતો.

  આ શખ્સ સોનાનાં ઘરેણાં દાગીના લઈને  ભાગી જતો અને
  પોતે ભુવો હોવાનું કહી દુઃખ દરદ અને કોર્ટ કચેરીનાં કામ તંત્રમંત્રથી કરી આપવાનું કહેતો. ક્યારે કૂકૂર રિપેરીંગ કરવા કે ગેસ રિપેરીંગ માટે આવ્યો હોવાનું કહી પછી એકલી મહિલાને  જોઈને પોતે ભુવો હોવાનું કહીને જાળ    બીછાવતો હતો આ ઢોંગી ભુવો

  આ ઢોંગી વઢવાણનો મનુ સોલંકી નીકળ્યો


  આ પણ વાંચો : પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

  આ શખ્સ મહિલાઓને તાત્રિક વિધિ માટે  અગરબત્તી લાવવાનું કહેતો ઘૂપ માટે છાણુ લાવવાનું  કહીને  પહેલા સોનાનાં ઘરેણાં ઉતારવી લેતો  સંમોહનમાં આવી ગયેલી મહિલાઓ પૂરતી બેભાન જેવી આવસ્થામાં આવી જતી ત્યારે ધૂપ ફેરવવા ગયેલી મહિલાનાં સોનાનાં ઘરેણાંની ઉઠાંતરી કરી લેતો હતો.આ શખ્સે સુરેન્દ્રનગર જિલ્લના વઢવાણ, જોરાવરનગર, લખતર, ધ્રાંગધ્રા, પાણીસીના,સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તાર સહિત અનેક વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા.

  કોણ છે આ ભુવો?

  વઢવાણ આંબાવાડી વિસ્તરમાં નાથ બાવા સોસાયટીમાં રહેતો આ શખ્સ નામે મનુ સોલંકી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રકારના
  14 જેટલા બનાવો બનતા પોલીસે ટીમે બનાવીને તપાસ દરમિયાન આરોપી ભુવાને દબોચી લીધો હકો, મનુ અગરબત્તી માથે  ફેરવીને  મહિલાને આખા ઘરમાં ફેરવવાનું કહેતો અને  મહિલાનાં કઢાવેલા સોનાના દાગીના લઈને નાસી જતો હતો.

  આ પણ વાંચો : સુરત : રાવની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, CCTV Videoમાં કેદ થયા હતા ખૂની ખેલના દૃશ્યો

  આ ગંભીર બનાવની જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ ડીવાયએસપી હિમાન્શુ દોશીને સૂચના આપી હતી અને તપાસ કરવા જણાવ્યું હતું. જેના અંર્ગત  વઢવાણ પીએસઆઇ ડી.ડી ચૂડાસમાએ  ભુવાની શોધ આદરી હતી અને બાતમી મળતા પોલીસે ભુવાને ઉપાડી લીધો હતો.
  Published by:Jay Mishra
  First published: