
ગાંધીનગર,અમદાવાદ, પાલનપુરઃગઈકાલે સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકા મથકે આવેલ આદર્શહાઈસ્કૂલ ના કેમ્પસમાં ગઈકાલે તલાટીની ભરતી માટે પરીક્ષા માટેનું સેન્ટર હતું. જયા પરીક્ષાર્થીઓને શાળાના પ્રિંસીપાલ અને અધ્યાપકો દ્વારા ચોરી કરાવાઈ હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથેનો પરિક્ષાર્થીનો વીડિયો કાલે વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુરમાં પણ ગેરરીતી સામે આવી હતી. ત્યારે આજે મંત્રી જયંતિ કાવડિયા દ્વારા તપાસના આદેશ અપાયા છે.