Home /News /kutchh-saurastra /

Surendranagar: કુડામાં ભાડાના માત્ર રૂ.150ની ઉઘરાણીમાં દિવ્યાંગ મિત્રનું Murder, આરોપી અલ્પેશ પટેલ ઝડપાયો

Surendranagar: કુડામાં ભાડાના માત્ર રૂ.150ની ઉઘરાણીમાં દિવ્યાંગ મિત્રનું Murder, આરોપી અલ્પેશ પટેલ ઝડપાયો

આરોપી અલ્પેશ પટેલની તસવીર

surendranagar crime news: ધ્રાંગધ્રાના કુડા ગામે રહેતા દિવ્યાંગ યુવાન (kuda village murder) પાસે ભાડાના માત્ર રૂપિયા 150ની ઉઘરાણી બાબતે તેના મિત્રએ જ હત્યા (friend murder case) કરી દીધી હતી.

  અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લા (surendrangar news) ધ્રાંગધ્રાના કુડા ગામે રહેતા દિવ્યાંગ યુવાન (kuda village murder) પાસે ભાડાના માત્ર રૂપિયા 150ની ઉઘરાણી બાબતે તેના મિત્રએ જ હત્યા (friend murder case) કરી દીધી હતી. આ બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે (Dhrangadhra taluka police) હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને ટંકારા ગામેથી ઝડલી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

  ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા દિવ્યાંગ રમેશ લાભુભાઇ સંકલપરાની લાશ તેના જ ઘરમાંથી મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મ્રુતકની માતાએ નોંધાવેલી ફરીયાદ મુજમ મ્રુતક રમેશ મોરબીમાં મજુરી કામ કરવા માટે ગયો હતો જ્યાં ટંકારાના અલ્પેશ અંબારામભાઇ પટેલ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

  છેલ્લા થોડા દિવસથી મ્રુતક રમેશ તેના વતન કુડા આવ્યો હતો તે દરમિયાન અલ્પેશ કુડા આવ્યો હતો અને બન્ને વચ્ચે રૂપિયાની લેતીદેતી બાબતે બોલાચાલી થતાં અલ્પેશે લાકડાના ધોકા મારી દિવ્યાંગ રમેશની હત્યા કરી નાસી છુટ્યો હતો.

  ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે બાતમીના આધારે હત્યારા મિત્ર અલ્પેશને તેના વતન ટંકારા ગામેથી ઝડપી લીધો હતો. ભાડાના રૂપિયા 150 બાકી લેવાના હતા તે માંગતા રમેશે હાલ રૂપિયા આપી શકીશ નહી તેમ કહેતા અલ્પેશે લાકડાના ધોકા મારી રમેશની હત્યા કરી દીધી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે અલ્પેશ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-valsad: ડુક્કરને પકડવાની જાળમાં દીપડો ફસાયો, પકડવા જતાં થઈ જોવા જેવી, જુઓ photos

  ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ બેવડી હત્યાના બે આરોપી ઝડપાયા હતા. સુરતના પાંડેસરામાં (surat pandesara) ચકચારી ડબલ મર્ડર કેસમાં (double murder case) ફરાર આરોપીઓને પાંડેસરા પોલીસે (pandesara police) તેમના વતન ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી લીધા હતા.

  આ પણ વાંચોઃ-સુરતઃ double murderના આરોપી મારવાડી અને ભોલા ઝડપાયો, 'ભાઈગીરી'ના નશામાં બે મિત્રોને રહેંશી નાંખ્યા હતા

  બંનેને સુરત લાવી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીઓના માથા ઉપર ભાઇગીરીનો નશો ચડ્યો હોય તેમ જેની હત્યા થઇ હતી તે પ્રવિણે આરોપીના મિત્રને (accused friend) ચાર મહિના પહેલાં તમાચો માર્યો હતો. તેની અદાવતમાં બે હત્યા કરી દેવાઈ હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ દક્ષિણ ભારતની વઢેર ગેંગ ઝડપાઈ, વિવિધ રૂપો ધારણ કરીને કરતા હતા ચોરી, 40 જેટલી ચોરીની કબુલાત

  સુરતના પાંડેસરા તેરે નામ રોડ ઉપર ગાયત્રી સોસાયટીમાં રહેતાં અને માથાભારે વ્યક્તિ તરીકે પંકાયેલો પ્રવિણ ઉર્ફે મારવાડી બાબુ સોલંકી અને ફાયનાન્સનો ધંધો કરતાં શિવશંકર ઉર્ફે ભોલા સુભાષચંદ્ર જયસ્વાલને જય જવાન કિશાન સોસાયટીમાં આવેલી એક ચાની કેન્ટીન ઉપર શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યે ૨૨ વર્ષીય કિશનસિંહ મનોજસિંહ રાજપૂત અને તેના મિત્ર સચીન ઉર્ફે વિશાલઅમરબહાદુરસિંહએ ચપ્પ તથા કડછા વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી નાંખી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Gujarati News News, Surendranagar

  આગામી સમાચાર