સુરેન્દ્રનગર: પાટડી બજાણામાં 15 ગાયોના ઝેરી પદાર્થ ખાવાથી મોત

સુરેન્દ્રનગર: પાટડી બજાણામાં 15 ગાયોના ઝેરી પદાર્થ ખાવાથી મોત
એક સાથે 15 ગાયો અને બે બકરીના ઝેરી પદાર્થ ખાવાથી મોત

 • Share this:
  સુરેન્દ્રનગરમાં 15 ગાયોના કરૂણ મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે. ગાયોના મોતથી પશુપ્રેમીઓમાં દુઃખની લાગણી ફરી વળી છે. આ ઘટનાના પગલે સ્થાનિક સહીત ગૌ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

  માહિતી મુજબ સુરેન્દ્રનગરના પાટડી બજાણામાં એક સાથે 15 ગાયો અને બે બકરીના ઝેરી પદાર્થ ખાવાથી મોત નિપજ્યા છે. જેને લઇ જીવ દયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોને ઝેરી પદાર્થ આપી મારી નાખવામાં આવી છે.  આ મામલે પોલીસ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે.
  Published by:Bhoomi Koyani
  First published:July 18, 2018, 11:35 am

  टॉप स्टोरीज