સુરેન્દ્રનગર : આરોપીએ પોલીસ સ્ટેશનમાં કર્યો ડાયરો, PSIએ 1,000 રૂપિયા બક્ષિશ તરીકે આપ્યા!

News18 Gujarati
Updated: July 10, 2020, 1:04 PM IST
સુરેન્દ્રનગર : આરોપીએ પોલીસ સ્ટેશનમાં કર્યો ડાયરો, PSIએ 1,000 રૂપિયા બક્ષિશ તરીકે આપ્યા!
પોલીસ સ્ટેશનમાં ડાયરો!

જુગારના દરોડા દરમિયાન પકડાયેલા આરોપીએ ખૂદ ડાયરાનો વીડિયો ફેસબુક પર શેર કર્યો, કેપ્શનમાં લખ્યું, "મૂળી પોલીસ સ્ટેશનમાં મોજ."

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમી છે. આ પ્રદેશ લોકડાયરા માટે ખૂબ જાણીતો છે. અહીં દરરોજ અનેક જગ્યાએ ડાયરા યોજાતા હોય છે. પરંતુ અહીં જે વાત કરી રહ્યા છીએ તે એક પોલીસ સ્ટેશનમાં યોજાયેલા ડાયરાની છે. આ ડાયરો કોઈ અન્ય તરફથી નહીં પરંતુ એક આરોપીએ પોલીસ સ્ટેશનના કર્મીઓના મનોરંજન માટે કર્યો હતો. એટલે કે આરોપીએ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને અન્ય કર્મીઓને ગીત ગાઈને મનોરંજન કરાવ્યું હતું. આ અંગેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે.

ખૂદ આરોપીએ ફેસબુક પર વીડિયો મૂક્યો

આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ખૂદ આરોપીએ પોતાના ફેસબુક પર અપલોડ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળી પોલીસ તરફથી સરા ગામ ખાતે જુગારધામ પર દરોડાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદમાં એક આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ આરોપીએ હારમોનિયમ સાથે પોલીસ સ્ટેશનમાં ગીતો ગાઈને પોલીસને મોજ કરાવી હતી.આરોપીએ વીડિયો ફેસબુક પર મૂક્યો

આ અંગેનો વીડિયો ખૂદ આરોપી જયમંત દવેએ તેના ફેસબુક પેજ પર શેર કર્યો હતો. જેમાં તેણે કેપ્શન લખ્યું હતું કે, "મારા પરમ મિત્ર મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. જે. ઝાલા સાહેબ સાથે મૂળી પોલીસ સ્ટેશનમાં મોજ."

આ પણ વાંચો : વરાછાના ભાજપના નગરસેવક પર ફાયરિંગ પાછળ ભરવાડ અને ગઢવી યુવકની સંડોવણી!

મારા માતાજીની સ્તુતિ ગાઈ હતી : PSI

આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા મૂળી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.જે.ઝાલાએ જણાવ્યું હતું કે, "જુગારધામ પર રેડ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. જેમાંથી બીજા દિવસ એક આરોપી પોલીસ સ્ટેશન આવ્યો હતો અને તેણે પસ્તાવો થયાનું જણાવ્યું હતું. જે બાદમાં તેણે મને પોતે કલાકાર હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેણે પોલીસ સ્ટેશનમાં મારા માતાજી શક્તિ માની સ્તુતિ ગાઇને સંભળાવી હશે. પોલીસ સ્ટેશનમાં કોઈ ડાયરો થયો ન હતો. માતાજીની સ્તુતિ સાંભળીને ખુશ થઈને મેં તેને બક્ષિશ તરીકે 1,000 રૂપિયા આપ્યા હતા."

નીચે વીડિયોમાં જુઓ : આજના ખાસ સમાચાર

આ ઉપરાંત માસ્ક ન પહેરવા બાબતે પી.એસ.આઈએ જણાવ્યું હતું કે, મારા અને આરોપી વચ્ચે ઘણું અંતર હતું. આરોપીએ માસ્ક પહેરી જ રાખ્યું હતું પરંતુ સ્તુતિ ગાવા માટે હટાવ્યું હતું. સાથે પીએસઆઈએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં મારા અને કલાકાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતું.
Published by: Vinod Zankhaliya
First published: July 10, 2020, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading