સુરેન્દ્રનગર : અંગત અદાવતમાં દલિત યુવકની હત્યા, થાનગઢમાં ભારેલો અગ્નિ

News18 Gujarati
Updated: June 13, 2019, 9:59 AM IST
સુરેન્દ્રનગર : અંગત અદાવતમાં દલિત યુવકની હત્યા, થાનગઢમાં ભારેલો અગ્નિ
પ્રતિકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે થાનગઢ પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે હત્યાના બનાવો બનતા રહે છે. આવા જ વધુ એક બનાવમાં દલિત યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જિલ્લાના થાનગઢ ખાતે બનેલા આ
બનાવમાં અન્ય એક યુવક ઘાયલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે થાનગઢ પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ ઉપરાંત તીક્ષ્ણ હથિયારોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દલિત યુવકનું મોત થયુ હતું, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. હુમલા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

મૃતક યુવકનું નામ પ્રકાશ પરમાર હોવાનું તેમજ ઘાયલ થયેલા યુવકનું નામ સુરેશ પરમાર હોવાનું માલુમ પડ્યું છે. દલિત યુવકની હત્યા બાદ થાનગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ટોળા સવારે દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. આ સાથે જ દલિત પરિવારે આરોપીઓ પકડાશે નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો છે.

આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં હત્યાના બે બનાવ બનતા જિલ્લાને અસામાજિક તત્વોએ બાનમાં લીધો હોય તેવો ઘાટ ઘડાયો છે.
First published: June 13, 2019, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading