વઢવાણ પંથકમાં ચાર ઇંચ વરસાદ, ખેડૂતો માટે નવા વર્ષે જ નવી આફત

News18 Gujarati
Updated: October 30, 2019, 4:02 PM IST
વઢવાણ પંથકમાં ચાર ઇંચ વરસાદ, ખેડૂતો માટે નવા વર્ષે જ નવી આફત
મગફળીનો તૈયાર પાક પાણીમાં

રોષે ભરાયેલા ખેડૂતોએ વિજય રૂપાણીની સરકારને સંવેદનશીલ નહીં પરંતુ શંકાશીલ કહી હતી.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : ઝાલાવાડ પંથકમાં લાંબુ ચાલેલું ચોમાસું ખેડૂતો માટે નવા વર્ષે જ નવી આફત લાવ્યું છે. મંગળવારે ભાઈ બીજની રાત્રે વઢવાણ પંથકમાં આષાઢી બીજ જેવો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લમાં ભારે વરસાદ સાથે બે થી ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

વઢવાણ તાલુકામાં મોડી રાત્રે ત્રણ કલાકમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ખેતરો જળ બંબાકાર બની ગયાં હતાં. ન્યૂઝ 18ની ટીમ વહેલી સવાર પહોંચી ત્યારે કપાસ, એરંડા અને જુવારના ખેતરો પાણીથી જળબંબાકાર જોવા મળ્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, યાર્ડના ચેરમેન મોહનભાઇ પટેલ સહિતના આગેવાનો ખેડૂતોની હાલત જાણવા માટે ગામડાઓમાં દોડી ગઈ હતી.ન્યૂઝ18 ગુજરાતી સમક્ષ ખેડૂતોએ પાકના નુકસાન અંગે પોતાની આપવીતી કહી હતી. સાથે જ ખેડૂતોએ પાક વીમાના પૈસા ચુકવવાની માંગણી કરી હતી. આ પ્રસંગે રોષે ભરાયેલા ખેડૂતોએ વિજય રૂપાણીની સરકારને સંવેદનશીલ નહીં પરંતુ શંકાશીલ કહી હતો. ખેડૂતોના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસું લાંબું ખેંચાયું હોવાથી પહેલાથી જ પાકને ભારે નુકસાન થયું છે. હવે ઓછામાં પૂરું પાક તૈયાર છે ત્યારે પણ માથે વરસાદ પડતા તેમના માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઈ છે.વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લમાં 3.55 લાખ હેક્ટરમાં કપાસ, 15.645 લાખ હેક્ટરમાં મગફળી, 15.162 લાખ હેક્ટરના તલના વાવેતર સામે ખતરો મંડાયો છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કુલ વાવેતરમાંથી 80%થી વધુ પાકનું નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોઓ પોતાના પરિવારમાં લગ્નો પણ મુલતવી રાખવાની ફરજ પડી છે.આ પણ વાંચો :  'ક્યાર'ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, 5 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી

First published: October 30, 2019, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading