કોરોના યોદ્ધાઓની કઠણાઈ! પગાર ન મળતા સફાઈ કામદારોને વાટકા લઈ નીકળવું પડ્યું

News18 Gujarati
Updated: June 16, 2020, 3:56 PM IST
કોરોના યોદ્ધાઓની કઠણાઈ! પગાર ન મળતા સફાઈ કામદારોને વાટકા લઈ નીકળવું પડ્યું
લીંબડીમાં આજે આ બાબતે ખૂબ હંગામો મચ્યો હતો.

લીંબડીના વરવા દૃશ્યો, કોરોના યોદ્ધાઓનું સન્માન કરનારા લોકો માટે શરમજકન સ્થિતિ

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર :  કોરોના વાયરસના કહેર વચ્ચે વડાપ્રધાન મોદીએ કોરોના યોદ્ધાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. આર્મી-નેવી-એરફોર્સ પણ આમા જોતરાઈ અને કોરોના યોદ્ધાઓનું સન્માન કર્યુ હતું. જોકે, સફાઈ કર્મચારીને લીંબડીનું તંત્ર કોરોના યોદ્ધા ન માનતું હોય તેવા વરવા દૃશ્યો સામે આવ્યા છે. લીંબડી પાલિકાએ સફાઈ કામદારોને પગાર ન ચૂકવતા એ લોકોએ રીતસરના હાથમાં વાટકા લઈને મદદ માંગી હતી. આ વરવા દૃશ્યોના કારણે લીંબડીનું રાજકારણ પણ ગરમાયું હતું.

સરકારી ધારાધોરણ મુજબ કોન્ટ્રાક્ટ બેજના સફાઈ કામદારો ને રોજ નો પગાર રૂપિયા 310 હોવા છતાં 250 રૂપિયા જ ચૂકવવામાં આવે છે તેમ છતાં લીંબડી નગરપાલિકા સફાઈ કોન્ટ્રાક્ટરે 1-11-2019 થી 1-6-2020 એમ આઠ મહિનાનો પગાર ચૂકવવામાં ના આવતા સફાઈ કામદારો ની હાલત કફોડી બની છે.

અને ઉપર થી કોરોના ના કારણે ધંધા રોજગાર ના હોવાથી જીવન જીવવું અતિ મુશ્કેલ બન્યું હોવાથી બધા સફાઈ કામદારો ભગીરથસિંહ રાણા ની ઓફિસે (તુલસી હોટેલ લીંબડી) રજૂઆત કરવા આવતા  સફાઈ કામદારો ને સાથે રાખી ને લીંબડી ડે. કલેકટર ને લેખિત માં આવેદન પત્ર આપવામાં આવેલ હતું છતાં હજુ સુધી કોઈપણ પગલાં લેવામાં નથી આવ્યા.

આ પણ વાંચો :  ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો મેધ કયા વિસ્તારોને ઘમરોળશે

 


 10 દિવસમાં જો પગાર ચૂકવવામાં નહી આવે તો આત્મ વિલોપન ની ચીમકી


 સફાઈ કામદારો દ્વારા જો તંત્ર દ્વારા આગામી 10 દિવસમાં પગાર ચૂકવવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે.   લીંબડી શહેર ના રોજિંદા સફાઈ કામદારો અને ભગીરથસિંહ રાણા (પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન જીલ્લા પંચાયત સુરેન્દ્રનગર) દ્વારા લીંબડી ડે. કલેકટર ને લેખિત માં રજૂઆત કરવામાં આવેલ. છે. છતાં હજુ સુધી કોઈ પગાર માટે ઠેકાણા નથી.
First published: June 16, 2020, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading